બિહારના પટનામાં એક મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે, તે ગંગામાં સ્નાન કરી રહી હતી ત્યારે તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો. આરોપીઓએ આખી ઘટનાનું રેકોર્ડિંગ કર્યું અને વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો.
મળી માહિતી મુજબ, આરોપીઓએ મહિલાને ગંગા નદીમાંથી ઢસડીને બહાર કાઢી હતી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, બે ઓરોપીઓની ઓળખ થઇ છે. પોલીસે શિવપુજન મહતો અને વિશાલ નામના બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.
આરોપીઓએ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં દેખાય છે કે, પીડિત મહિલા બે આરોપીઓ સમક્ષ આજીજી કરે છે અને વિનંતી કરે છે કે, મા ગંગાની પવિત્રતા તો જાળવો પણ આરોપીઓ તેનું માનતા નથી અને મહિલાને ધમકી આપે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
જો કે, પીડિત મહિલાએ પોલીસ ફરિયાદ નહોતી કરી. પણ વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી અને ગુનો દાખલ કર્યો.
એક આરોપી મહતો ડ્રાઇવર છે અને તેની પોલીસે ધરપકડ કરી લીધી છે. પીલોસે બીજા આરોપી વિશાલની પણ ધરપકડ કરી લીધી છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર