'વોટ બેંક' માટે લિંચિંગના આરોપી અને હિંસા ફેલાવનારાઓને મળી રહ્યા છે BJPના મંત્રી!

News18 Gujarati
Updated: July 11, 2018, 10:42 PM IST
'વોટ બેંક' માટે લિંચિંગના આરોપી અને હિંસા ફેલાવનારાઓને મળી રહ્યા છે BJPના મંત્રી!

  • Share this:
વિપક્ષની સાથે-સાથે પોતાના ગઠબંધનના સહયોગીઓની આપત્તિ છતા ભારતીય જનતા પાર્ટી (ભાજપા)નાં કેટલાક સાંસદોએ હાલમાં જ ધાર્મિક ઉન્માદ ફેલાવનાર અને ગૌરક્ષાના નામ પર હત્યા (મોલ લિંચિંગ)નાં આરોપીઓનો સાર્વજનિક રીતે અભિનંદન અને સમર્થન કર્યું.

અસલમાં, ભાજપા નેતાઓએ આવનાર વર્ષે થનાર લોકસભા ઈલેક્શનથી પહેલા એક સમજી વિચારેલી રણનીતિ હેઠળ પગલા લીધા છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પોતાના લોકસભા વિસ્તાર નવાદામાં દંગા ફેલાવાના આરોપીઓને મળવા માટે જેલમાં ગયા હતા. આ મુલાકાતે બિહારમાં NDA ગઠબંધનની ભાગીદારી એટલે જેડીયૂ સાથેના એક વર્ષ જૂની દોસ્તી પર ગ્રહણ લગાવી દીધું હતું. જેડીયુ નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાકે સાર્વજનિક મંચથી ગિરિરાજની ટીકા કરી હતી.

જેડીયૂએ ઝારખંડમાં હજારીબાગથી ભાજપા સાંસદ અને કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી જયંત સિન્હા અને ગોડ્ડાના ભાજપા સાંસદ નિશિકાંત દૂબેને પણ આડે હાથે લીધા. જયંત સિન્હાએ જમાનત પર બહાર આવેલ રામગઢ લિંચિંગ મામલાના આરોપીઓનું માળા પહેરાવીને સ્વાગત કર્યુ હતુ, તે ઉપરાંત તેમને બધી જ મદદ કરવાનું આશ્વસન પણ આપવામાં આવ્યું. તે ઉપરાંત નિશિકાંત દૂબેએ બનકટ્ટીમાં મવેશી ચોરીના આરોપમાં અલ્પસંખ્યક સમુદાયના બે લોકોની મારમારીને હત્યા કરનાર આરોપીઓની આર્થિક મદદ અને તેમની કાયદાકીય લડાઈનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.

જોકે, જેડીયૂ અને વિપક્ષના આરોપોને એકબાજુ રાખીને ભાજપા નેતાઓએ પોતાના બચાવમાં કહ્યું કે, 'નિર્દોષ' લોકોની મદદ કરવી તેમનું કર્તવ્ય છે કેમ કે તેઓ સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ કરતાં હતા.

ન્યૂઝ18 સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં ગિરિરાજ સિંહે કહ્યું, "હું મારા સહયોગીઓને જેલમાં મળવા ગયો. જેલની બહાર તેમના પરિવારને મળ્યો કેમ કે તેમના દુ:ખમાં હું ભાગીદાર છું. મે મારૂ કામ કર્યું છે. હવે જેને જે કહેવું હોય તે કહે હું તેના પર પ્રતિક્રિયા આપીશ નહી."

ગિરિરાજનું નિવેદન જેડીયૂને નીચું બતાવે તેવું છે પરંતુ આનાથી ભાજપા નેતાઓને કંઈ જ ફરક પડતો નથી. બીજેપી નેતા વિચારે છે કે હિન્દુત્વ એજેન્ડા પર ચાલીને જાતિના આધારે વેચાયેલા સમાજને રાજનીતિક રૂપે એક કરવાનો મોટો ફાયદો આવનાર ઈલેક્શનમાં પાર્ટીને મળી શકે છે.આ વર્ષે રામનવમીએ બિહારના 14 જિલ્લાઓમાં સાંપ્રદાયિક હિંસા થઈ અને છિટપુર તણાવોને સામેલ કરી લઈએ તો 200થી વધારે કેસ નોંધાયા હતા. આ બધી જ ઘટનાઓ પાછલા વર્ષ 28 જુલાઈએ મહાગઠબંધનથી અલગ થઈને ભાજપાના સમર્થનથી બનેલ નીતીશ સરકારના કાર્યકાળ દરમિયાન ઘટી જે તેમની પાર્ટી માટે ખતરાની ઘંટી છે.

રમખાણો અને લિંચિંગના આરોપિઓ પ્રતિ ભાજપા નેતાઓનો પ્રેમ સમજવા માટે તેમનું સામાજિક પ્રોફાઈલ સમજવું જરૂરી છે. મોટાભાગના મામલાઓમાં આરોપીઓ પછાત વર્ગમાંથી આવે છે જેમને ભાજપાના મુખ્ય વોટબેંક ગણવામાં આવે છે.

ઓબીસી આધાર બનાવી રાખવાની ચિંતા

ન્યૂઝ18એ સમસ્તીપુર, ભાગલપુર, બેગૂસરાય, નવાદા અને આરા જિલ્લામાં દંગાના આરોપીઓના પરિવાર સાથે વાતચીત કરી. મોટાભાગના મામલાઓમાં તેમને ભાજપાના વલણ પ્રતિ ગુસ્સો વ્યક્ત કર્યો કેમ કે કોઈપણ નેતા તેમનું દુ:ખ સાંભળવા આવ્યો નથી.

સમસ્તીપુરમાં માર્ચમાં થયેલ હિંસા પછી પોલીસે દસથી વધારે લોકોને કસ્ટડીમાં લઈ લીધા છે. આમાંથી એક મોહન પટવા પણ હતા જે માલી જાતિ સાથે સંબંધ રાખે છે. તેમના સાથે-સાથે મોટાભાગના આરોપી ઓબીસી વર્ગથી આવતા હતા. તેમના પરિવારના સભ્યોની દલિલ છે કે, તેઓ દંગાની જગ્યાએ જરૂર હતા પરંતુ તોફાનોમાં તેમની ભૂમિકા નહતી અને તેમને જાણી જોઈને ફસાવવામાં આવ્યા છે.

પટવાના એક સંબંધીએ કહ્યું, "આવું ત્યારે થયું જ્યારે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપાની સરકાર છે." હાલમાં જ સીસીટીવી ફુટેજના આધાર પર જિલ્લામાંથી વધુ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમાં પણ મોટાભાગના પછાત વર્ગના છે.

આ પોલીસની કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં ગુસ્સો છે અને તેઓ ભાજપા પર દગો આપવાનો આરોપ લગાવ્યો છે.

આવી જ સ્થિતિ નવાદાની છે. અહી 2017માં રમખાણ ફેલાવવાના આરોપમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા કૈલાશ જી અને બજરંગ દળના જિલ્લા સંયોજક જીતેન્દ્ર પ્રતાપસિંહની ધરપકડ કરીને જેલમાં નાંખી દેવામાં આવ્યો છે. બંને વૈશ્ય એટલે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે જેમને નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થક માનવામાં આવે છે.

તેઓ પોતાની વચ્ચેના બે લોકોની ધરપકડને પોલીસની ખોટી કાર્યવાહી જણાવી રહ્યાં છે. તેમનો આરોપ છે કે, બીજા સમુદાયના આરોપીઓને રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના નેતા રાજવલ્લભ યાદવનું સંરક્ષણ પ્રાપ્ત છે અને કેટલાક લઘુમતી સમુદાયના આરોપીઓના નામ હટાવી દેવામાં આવ્યા છે. આમાં હિન્દુ પોસ્ટર બોયની છબી રાખનાર પોતાના સાંસદ ગિરિરાજ સિંહ પ્રત્યે ખુબ જ આક્રોશ હતો. જમીની હકિકત જાણીને ગિરિરાજને તેમના સમર્થન માટે આગળ આવવું પડ્યું.

સાંપ્રદાયિક હિંસા મોટાભાગના શહેરોમાં થઈ અને વ્યાપારીક સમુદાય આનો શિકાર બન્યો, નીતીશ કુમારે લઘુમતી સમુદાયને થયેલ નુકશાન માટે વળતરની જાહેરાત કરી. આ નિર્ણયથી ભાજપા સમર્થક પછાત વર્ગની જાતિઓમાં નારાજગી વધી કેમ કે ભાજપા નીતીશ સરકારનો હિસ્સો છે. મજબૂરીથી પોતાની વોટ બેંકને બચાવવા માટે ભાજપના ઘણા ખરા નેતાઓ તેમના સમર્થનમાં ઉતરી ગયા.
First published: July 11, 2018, 10:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading