લાલુ યાદવનો મોટો પુત્ર તેજપ્રતાપ યાદવ લગ્નના પાંચ મહિના બાદ જ પોતાની પત્ની એશ્વર્યા સાથે છૂટાછેડા લેવા માંગે છે. તલાક માટે તેજપ્રતાપ યાદવે પટના સિવિલ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી છે. તેજપ્રતાપે અરજીમાં કહ્યું છે કે, તે એશ્વર્યા સાથે રહેવા નથી માંગતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, લાલુ યાદવના ઘરમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંને ભાઈ વચ્ચે ઝગડાઓના સમાચાર આવી રહ્યા છે, એવામાં હવે તેજપ્રતાપ યાદવે પોતાની પત્ની એશ્વર્યા રાયથી એલગ થવાનું મન બનાવી લીધુ છે.
આ અંતર્ગત તેજપ્રતાપે પટના સિવિલ કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ દાખલ કરી દીધી છે. તેજપ્રતાપ યાદવે 13 (1) (1a) હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડા માટે અરજી દાખલ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે, તેજપ્રતાય યાદવ બિહારમાં આરજેડીના ધારાસભ્ય છે, તેમણે પાંચ મહિના અગાઈ જ પૂર્વ મંત્રી ચંદ્રીકા પ્રસાદની પૂત્રી એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. 12મેના રોજ તેજપ્રતાપ યાદવ અને એશ્વર્યા રાયના લગ્ન થયા હતા.
ઉલ્લેખનીય છે કે, જ્યારે લગ્નની વાત જાહેર થઈ હતી ત્યારે, લાલુ પ્રસાદના મોટા દીકરા તેજપ્રતાપે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને લગ્નની બહુ ઉતાવળ ન હતી. માતા-પિતાની ખુશીમાં જ મારી ખુશી છે. ભગવાનની મરજીથી જ વિવાહ નક્કી થાય છે. ત્યારે હવે છૂટાછેડા માટે તેમણે અરજી કરી છે તે જોતા લાગે છે કે, તેણે પોતાની મરજી નહી પરંતુ માતા-પિતાની મરજીની કન્યા સાથે લગ્ન કર્યા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર