Home /News /national-international /

સુશીલ મોદીએ લાલૂ પરિવાર ઉપર લખી નાખી 300 પાનાની 'લાલૂ લીલા'

સુશીલ મોદીએ લાલૂ પરિવાર ઉપર લખી નાખી 300 પાનાની 'લાલૂ લીલા'

લાલૂ પ્રસાદ યાદવની ફાઇલ તસવીર

રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના સૌથી મોટા સ્પર્ધક માનવમાં આવતા બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ 'લાલૂ લીલા' નામનું પુસ્તક લખ્યું છે.

    રાજદ સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના સૌથી મોટા સ્પર્ધક માનવમાં આવતા બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ 'લાલૂ લીલા' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક લાલૂ પ્રસાદ ઉપર લખાયેલી છે. આ પુસ્તકનું લોકાર્પણ 11 ઓક્ટોબરમાં પટનામાં થવા જઇ રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, લાલૂ લીલા શીર્ષકના પુસ્તરમાં લાલૂ પ્રસાદ યાદવના ભ્રષ્ટાચારની કહાની લખવામાં આવી છે. ત્રણસો પાનાની આ પુસ્તકમાં સુશીલ મોદીએ લાલૂ પ્રસાદ ઉપરાંત એ લોકો વિશે લખ્યું છે જેમના ઉપર લાલૂની સાથે ભ્રષ્ટ્રાચાર કરવાનો આરોપ લાગ્યો છે. સુશીલ મોદીએ પોતાના પુસ્તકમાં આશરે બે ડઝન કેસો ઉપર વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ બિહારમાં સત્તામાં આવ્યા પહેલા સુશીલ કુમાર મોદીના નિશાના ઉપરસતત લાલૂ અને લાલૂ પરિવારના સભ્યો રહ્યા છે. તેઓ દર સપ્તાહમાં પ્રેસ કોન્ફરન્સ કરીને નવા નવા ખુલાસા કરતા હતા.

    મોદીએ પટનામાં બની રહેલા લાલૂ પરિવારના મોલથી લઇને પ્રાણીસંગ્રહાલયના માટી કૌંભાડ સુધીની પોલ મીડિયા સમક્ષ ખોલી હતી. આ ઉપરાંત મોદીએ IRCTC સ્કેમથી લઇને જમીન અને મકાન બદલામાં મંત્રી પદ ટિકિટ આપવાના મામલામાં પણ ઉઠાવીશું. નીતિશ કુમારે લાલૂના ગઠબંધન તોડવામાં પણ સુશીલ મોદીની મહત્વની ભૂમિકા માનવામાં આવી રહી છે. લાલૂ પરિવાર ઉપર સતત લાગી રહેલા આરોપ પછી નીતિશે લાલૂનો સાથ છોડ્યો હતો. બીજેપીની સાથે મળીને બિહારમાં એનડીએની સરકાર બનાવી. પરંતુ સરકાર બન્યા પછી સુશીલ મોદીએ હુમલાઓ કરવાનું સતત ચાલું રાખ્યું. લાલૂના પરિવારને લઇને સુશીલ મોદીએ નિવેદન આપ્યું હતું કે, આરોપ અને ટ્વીટ હંમેશા સમાચારોમાં આવે છે.

    લાલૂ ઉપર લખાયેલા પુસ્તકને એક પ્રખ્યાત પ્રકાશને છાપ્યું છે. પટણામાં થનારા વિમોચનમાં કેન્દ્રીય મંત્રીઓ રિવશંકર પ્રસાદ અને રાધામોહન સિંહની સાથે સાથે બિહારના અન્ય દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. લાલૂ ઉપર લખાયેલા પુસ્તકનું કવર પેજ ખાસ આકર્ષક છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Charges, Patna, Sushil kumar modi, ભ્રષ્ટાચાર, લાલુ પ્રસાદ યાદવ

    આગામી સમાચાર