પટના : આજે એટલે કે, ગુરૂવારે સૂરજ ઢળવાની સાથે સુપરનૂનનો સુંદર નજારો જોવા મળશે. હાલમાં લોકડાઉનના કારણે તમામ લોકો પોતાના ઘરમાં કેદ છે, પરંતુ લોકડાઉનની આ સૌથી સુંદર તસવીર તમામ લોકો ખુલ્લી આંખે જોઈ શકશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ 2020ના વર્ષનું અંતિમ સુપરમૂન છે.
દુધિયા ચંદ્રમા અથવા મિલ્ક મૂન
કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2020નું આ અંતિમ સુપરમૂન છે. જ્યારે સાત મે બાદ આ નજારો 27 એપ્રિલ, 2021ના રોજ જોવા મળશે. શ્રી કૃષ્ણ વિજ્ઞાન કેન્દ્રના અમિતાભ જણાવે છે કે, ચંદ્રમા આજે ધરતીથી એકદમ નજીક હશે. ચાંદ પૃથ્વીની નજીક હોવાથી ચાંદો મોટો અને ચમકીલો જોવા મળે છે. આને સુપરમૂન કહેવામાં આવે છે.
આ દરમિયાન ચાંદો દરરોજના મુકાબલે 14 ટકાથી 30 ટકા મોટો જોવા મળે છે. સામાન્ય રીતે પૃથ્વી અને ચંદ્રમા વચ્ચે એવરેજ અંતર 3,84,400 કિલોમીટર હોય છે. આ સુપરમૂનના સમયે થોડુ ઓછુ થઈ જાય છે. જ્યારે આ વખતે સુપરમૂન સમયે ચાંદનું ધરતીથી અંતર 3,61,184 કિમી જ રહી જશે.
એટલું જ નહીં, લોકડાઉનના કારણે વાતાવરણ પણ ઘણુ સાફ થયું છે અને તેનો ફાયદો પણ જોવા મળશે. સૂરજ ઢળતાની સાથે જ તમે આ નજારો જોઈ શકશો. આજે પારંપરિક મનાવવામાં આવતી બુદ્ધ પૂર્ણિમા પણ છે, જેને દૂધિયા ચંદ્રમા અથવા મિલ્ક મૂન પણ કહેવામાં આવે છે.
સુપર મૂન બાદ પાંચ જૂને ચંદ્ર ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ રાત્રે શરૂ થશે જે ભારતમાં જોવા મળશે. ત્યારબાદ 21 જૂને સૂર્ય ગ્રહણ લાગશે.
શું હોય છે સૂપરમૂન
સુપરમૂન તે સ્થિતિ હોય છે, જ્યારે ધરતીનું ચક્કર લગાવતા દરમિયાન જ્યારે ચંદ્ર પૃત્ીથી એકદમ નજીક હોય છે. આ સ્થિતિને સુપરમૂન કહેવામાં આવે છે. આ દિવસે ચંદ્રમાનો આકાર ઘણો મોટો જોવા મળે છે, સાથે ઘણો ચમકીલો પણ જોવા મળે છે. ઘણો નજીક હોવાના કારણે તેમાં એક અલગ આભા અને આકર્ષક જોવા મળે છે. આને ફ્લાવર મૂન પણ તે માટે કહેવામાં આવે છે. કેમ કે આ ફૂલોને ખીલવાનો સમય હોય છે.