Home /News /national-international /

PICS: પટણાની ફાઇવ સ્ટાર હોટલમાં શરૂ થઇ લાલુના પુત્ર તેજપ્રતાપની સગાઇ

PICS: પટણાની ફાઇવ સ્ટાર હોટલમાં શરૂ થઇ લાલુના પુત્ર તેજપ્રતાપની સગાઇ

    આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની સગાઇ પટણાની ફાઇવ સ્ટાર હોટલમાં શરૂ થઇ ગઇ છે. તેમની સગાઇ બિહાર સરકારના પુર્વ મંત્રી ચંદ્રિકા રાયની પુત્રી સાથે થઇ રહ્યાં છે. સગાઇમાં લાલુ અને ચંદ્રિકા રીય બંન્નેનો પરિવાર ઉપસ્થિત છે પરંતુ લાલુની કમી દેખાઇ રહી છે.

    લાલુની મોટી છોકરી મીસાએ કહ્યું કે પિતાજી સાથે સાથે હોત તો અહીંનો નજારો કાંઇક અલગ જ હોત. છોકરાની સગાઇના પ્રસંગે પુર્વ સીએમ રાબડી દેવીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ઘરે વહુ આવવાની છે.





    હોટલ મૌર્યના અશોકા હોલમાં સગાઇ માટે મંચ બનાવવામાં આવ્યો છે. હોલમાં કોલકત્તા, બેંગલુરૂથી મંગાવેલા ફુલોથી ખૂબસૂરત સજાવટ કરવામાં આવી છે. સગાઇની બધી તૈયારીઓ થઇ ચુકી છે. આવનારા અતિથિઓ પણ પટણા આવી ગયા છે. લાલુના પુત્ર તેજપ્રતાપે બ્લૂ રંગનો સૂટ પહેર્યો છે.



    તેમની સાથે નાના ભાઇ તેજસ્વી યાદવ, બહેનો, જીજાજી અને માતા રાબડી દેવી પણ ઉપસ્થિત હતાં. સૂત્રો પ્રમાણે 200 જેટલા મહેમાનોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.



    લાલુ યાદવના નજીકના ભોલા યાદવ જાતે મહેમાનોનું સ્વાગત કરી રહ્યાં છે. હોટલના અશોકા હોલને ગુલાબી અને સફેદ રંગના કપડાથી સજાવવામાં આવ્યો છે. જ્યારે મુખ્ય સ્ટેજને સજાવવા માટે દિલ્હી, કોલકત્તા, બેંગ્લુરૂ અને પુણેથી ફુલો મંગાવવામાં આવ્યાં છે.



    કોણ છે ઐશ્વર્યા?
    -ઐશ્વર્યાએ તેનું ભણતર પટનાની નોટ્રેટમ સ્કૂલમાંથી કર્યુ છે. તેણે ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હીમાં આવીને પોતી MBA ભણી છે.
    -ઐશ્વર્યાનો પરિવાર મૂળ બિહારનાં છપરા નજીકનો રહવસી છે. તેનાં પિતા હાલમાં પરસાનાં MLA છે.
    – તેજપ્રતાની થનારી પત્ની ઐશ્વર્યાનાં પરિવારનાં સભ્યો તેને ઝિપ્સીનાં નામથી પણ બોલાવે છે. જ્યારે ઐશ્વર્યાનો જન્મ થયો ત્યારે ઝીણો વરસાદ વરસીર હ્યો હતો. ભોજપુરી વિસ્તારમાં તેને ઝિપસી કહે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Patna, Tej pratap, લાલુ પ્રસાદ યાદવ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन