મહાગઠબંધનમાં નીતિશની વાપસીનો દાવો: 'રહસ્ય ખોલી દઈશ તો લાલૂ શરમમાં મૂકાશે'

News18 Gujarati
Updated: April 5, 2019, 3:08 PM IST
મહાગઠબંધનમાં નીતિશની વાપસીનો દાવો: 'રહસ્ય ખોલી દઈશ તો લાલૂ શરમમાં મૂકાશે'
લાલુ પ્રસાદ યાદવ અને પ્રશાંત કિશોર (ફાઈલ ફોટો)

પ્રશાંત કિશોરે કહ્યું, જેડીયૂમાં સામેલ થયા પહેલા અમે કેટલીએ વખત મુલાકાત કરી, પરંતુ મને તે જણાવવાનું કહેવામાં આવશે તો લાલૂજી ગણા શર્મીંદા થઈ જશે.

  • Share this:
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના મહાગઠબંધનમાં વાપસીના લાલૂ યાદવના દાવા પર બિહારમાં હડકંપ મચી ગયો છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ચીફ લાલૂએ પોતાની બાયોગ્રાફી 'ગોપાલગંજ ટુ રાયસીના: માય પોલિટીકલ જર્ની'માં દાવો કર્યો છે કે, નીતિશે મહાગઠબંધનમાં વાપસી માટે કેટલીએ વખત પોતાના વિશ્વાસુ પ્રશાંત કિશોરને તેમની પાસે દૂત બનાવી મોકલ્યા હતા. લાલૂના આ દાવા બાદ જેડીયૂના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે તેને ફગાવી દઈ તેને જુઠો ગણાવ્યો છે.

પ્રશાંત કિશોરે સ્વિકાર કર્યો કે, તે જેડીયૂમાં સામેલ થયા પહેલા કેટલીએ વખત લાલૂ યાદવને મળ્યા હતા, પરંતુ જો તે એ વાતો જણાવી દે કે અમારા વચ્ચે શું વાતો થઈ, તો આરજેડીના સુપ્રીમો શરમમાં મુકાઈ જશે.

તમને જણાવી દઈએ કે, નલિન વર્મા સાથે મળીને લખેલા આ પુસ્તકમાં લાલૂએ લખ્યું છે કે, પ્રશાંત કિશોર એવું જતાવવાની કોશિસ કરી રહ્યા હતા કે, જો હુ લેખિતમાં જેડીયૂને સમર્થન આપુ, તો તે બીજેપી સાથે ગઠબંધન તોડી મહાગઠબંધનમાં ફરી સામેલ થઈ જશે.
પ્રશાંત કિશોરે ટ્વીટ કરી તેનો જવાબ આપ્યો કે, તેમણે પોતાના અધિકારીક એકાઉન્ટ પર લખ્યું, લાલૂજી દ્વારા કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. આ બીજુ કઈં નથી પરંતુ એક એવા નેતા દ્વારા પોતાની પ્રાસંગિકતા બતાવવાની કોશિસનો એક દમ ખરાબ પ્રયાસ છે, જેમના સારા દિવસો ખુબ પાછળ રહી ગયા છે.

તેમણે આગળ લખ્યું કે, હાં, જેડીયૂમાં સામેલ થયા પહેલા અમે કેટલીએ વખત મુલાકાત કરી, પરંતુ મને તે જણાવવાનું કહેવામાં આવશે તો લાલૂજી ગણા શરમમાં મુકાઈ જશે.આ પુસ્તકમાં લાલૂએ એવું પણ લખ્યું છે કે, નીતિશને લઈ મારા મનમાં કોઈ કડવાહટ નથી, પરંતુ મારો તેમના પરથી વિશ્વાસ પુરી રીતે ખતમ થઈ ગયો છે.
First published: April 5, 2019, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading