પટના : બિહારના (bihar)મુખ્યમંત્રીએ પોતાની સમીક્ષાત્મક બેઠક પછી દારૂબંધી કાનૂનને (No Liquor Policy)પ્રભાવી બનાવવા માટે ચોકીદારથી થાનેદાર સુધીને જવાબદાર ગણવાના નિર્દેશ આપ્યા છે. તેથી કાનૂનનું પાલન કરવાના ચક્કરમાં પોલીસ (Police)અનુશાસન અને મર્યાદાને પણ બાજુમાં રાખી દીધી છે. પટનાના (Patna) લગ્ન સમારોહમાં પોલીસ મહિલા પોલીસકર્મી વગર દુલ્હનના રૂમમાં ઘૂસી ગઈ હતી. પોલીસને એ વાતનો અંદાજ પણ નથી કે દુલ્હનના રૂમમાં ઘુસીને એક-એક વસ્તુની તપાસ કરવાના ચક્કરમાં તે કાનૂન તોડી રહ્યા છે.
રામકૃષ્ણ નગર વિસ્તારમાં લગ્ન સમારોહ દરમિયાન દુલ્હનના રૂમમાં ઘુસીને બે પોલીસકર્મી તપાસ કરવા લાગ્યા હતા. તેમણે એ પણ ધ્યાન ના રાખ્યું કે કોઈ મહિલા પોલીસકર્મીના સહારે દુલ્હનના રૂમમાં પ્રવેશ કરે અને તે તપાસ કરે. આ દરમિયાન સર્ચ કરનાર ઇન્સપેક્ટરે કહેતા જોવા મળ્યા કે શું કરીએ ઉપરથી આદેશ છે. પોલીસ કર્મી ભલે આંખ બંધ કરીને દારૂ બંધી કાનૂનને પ્રભાવી બનાવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે પણ તેમની હરકતથી જે ઘરોમાં લગ્નનું આયોજન છે ત્યાં પારિવારિક સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે.
જે રીતે પુરુષ પોલીસકર્મી દુલ્હનના રૂમમાં ઘુસીને એક-એક સામાનને દારૂના નામે ચેક કરી રહ્યા હતા. તેને લોકો સહન કરી શક્યા નથી. આ સ્થિતિ ત્યારે છે જ્યારે આલાધિકારી પોલીસ બધી કાર્યવાહીનું મોનિટરિંગ કરી રહ્યા છે અને પોતાની દેખરેખમાં રેડ કરી રહ્યા છે.
પોલીસે જણાવ્યું કે બસના ડ્રાઇવરને રાજસ્થાનમાં (rajasthan) એક વાનના ચાલકે પાર્સલો સુરત મોકલવા માટે આપ્યા હતા અને સુરત પહોંચી વાનના ચાલકે કોલ કરવાનું કહ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સ્ટાફના પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમા ફરતા ફરતા નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા તે દરમ્યાન બાતમીનાઆધારે નિયોલ ચેક પોસ્ટ ખાતેથી સાવરીયા નામની લક્ઝરી ટ્રાવેલ્સ બસ નં-GJ-14-X-5926 માંથી પ્લાસ્ટીકના મીણીયાના પાર્સલોની આડમા તથા સોડા/ગેસ ભરવાના એલ્યુમીનીયમના કેનમાંથી દારુ નીકળ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર