બિહારના CM પદ માટે નીતિશકુમારે શપથ ગ્રહણ કર્યા, અમિત શાહ અને નડ્ડા બન્યા ખાસ મહેમાન

બિહારના CM પદ માટે નીતિશકુમારે શપથ ગ્રહણ કર્યા, અમિત શાહ અને નડ્ડા બન્યા ખાસ મહેમાન
નીતિશકુમાર શપથ ગ્રહણ

મહાગઠબંધનમાં સામેલ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો છે.

  • Share this:
    પટના: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં 125 બેઠકો પ્રાપ્ત કર્યા પછી જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને નેતા તરીકે પસંદ કર્યા છે. જ્યારે આજે રાજભવન ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં નીતિશને ફરી એકવાર બિહારના મુખ્ય પ્રધાન તરીકે તાજ પહેરાવવામાં આવ્યો છે. તેમણે 7 મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ સમયે , ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હીથી પટના પહોંચ્યા છે. જો કે વિપક્ષે સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ખાસ કરીને મહાગઠબંધનમાં સામેલ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો છે.

    બિહારને આજથી નવી સરકાર મળી ગયા છે. નીતીશ કુમાર ફરીથી બિહાર સરકારના વડા બન્યા છે. એનડીએએ સર્વાનુમતે તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. નીતીશની સાથે કેટલાક ધારાસભ્યો પણ પ્રધાન પદના શપથ લીધા.



    ગૃહ પ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા પણ રાજભવન પહોંચ્યા હતા. શાહે હાથ મીલાવી નીતીશ કુમારને અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય તમામ મોટા નેતાઓ રાજભવનમાં શપથ સમારોહમાં હાજર છે.

    બિહાર સરકારમાં જેડીયુના પ્રધાનો પણ શપથ લઈ રહ્યા છે, તેમના પક્ષમાં વરિષ્ઠ નેતા અને શક્તિ પ્રધાન વિજેન્દ્ર યાદવ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ વિજય ચૌધરી, જેડીયુના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ અશોક ચૌધરી ઉપરાંત મેવાલાલ ચૌધરી અને શીલા કુમારીનો સમાવેશ થાય છે.

    જેમના નામ ભાજપના ક્વોટામાંથી મંત્રી માટે ફાઇનલ થયા છે તેમાં જિવેશ મિશ્રા, આરાના ધારાસભ્ય અમરેન્દ્ર પ્રતાપસિંહ, રામ સૂરત રાય, રામપ્રીત પાસવાન અને મંગલ પાંડેના નામનો સમાવેશ થાય છે.

    શપથ ગ્રહણ સમારોહ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે નીતીશ કુમાર પણ 7મી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા રાજભવન પહોંચ્યા હતી. તમનેજણાવી દઈએ કે, રાજ્યસભાના સાંસદ વિવેક ઠાકુરે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષનું પટના એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
    Published by:kiran mehta
    First published:November 16, 2020, 16:56 pm