Home /News /national-international /

બિહાર સરકાર પોતે ચલાવશે ચિલ્ડ્રન શેલ્ટર હોમ, બધા NGOના લાયસન્સ થશે રદ્દ

બિહાર સરકાર પોતે ચલાવશે ચિલ્ડ્રન શેલ્ટર હોમ, બધા NGOના લાયસન્સ થશે રદ્દ

હવે શેલ્ટર હોમ સરકાર ચલાવશે

    બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મુજફ્ફરપુર શેલ્ટર હોમ સેક્સ કાંડથી શિખામણ લેતા આને ચલાવનાર બધા જ ખાનગી સંગઠનોને લાયસન્સ રદ્દ કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.

    નીતિશ કુમારે સોમવારે પટણામાં પત્રકારોને આ જાણકારી આપી. તેમને જણાવ્યું કે, જે જિલ્લાઓમાં એનજીઓ દ્વારા સરકાર પ્રાયોજિત ચિલ્ડ્રન હોમ ચલાવવામાં આવી રહ્યાં છે, તેમને ચરણબદ્ધ રીતે સરકારી નિયંત્રણમાં લેવામાં આવશે. રિમાન્ડ હોમની જેમ આમને ચલાવવાની જવાબદારી રાજ્ય સરકારની હશે.

    મુજફ્ફરપુર બાલિકા ગૃહ બ્રજેશ ઠાકૂરના નેતા હેઠળ એનજીઓ સેવા સંકલ્પ અને વિકાસ કમિટી ચલાવી રહી હતી. ઠાકૂર યૌન ઉત્પીડનનો મુખ્ય આરોપી છે.

    નીતિશે આને ઘૃણાસ્પદ અને શરમજનક ઘટના જણાવતા માન્યું કે, સિસ્ટમાં જે ખામીઓ છે જેમને ઠિક કરવામાં આવવી જોઈએ. તેમને કહ્યું કે, મને લાગે છે સંચાલન વ્યવસ્થિત રીતે થયું નથી અને સમાજ કલ્યાણ વિભાગે પણ આના પર પૂરતું ધ્યાન આપ્યું નથી. આ કાંડમાં જેટલા પણ લોકો સામેલ છે તેમના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમે લોકો ચિંતિત છીએ.

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સરકાર સંચાલિત ચિલ્ડ્રન હોમમાં નવા ભવન બનાવવામાં આવશે અને તેમા સરકારી કર્મચારી તૈનાત કરવામાં આવશે.

    જ્યાં તાત્ત્કાલિત જરૂરત છે ત્યાં ભાડાના મકાન પણ સરકાર લઈ શકે છે. નીતિશ કુમારે આશ્વસન આપ્યું કે, આવી રીતની ઘટનાઓ પાછળ જે પણ લોકો છે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Patna

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन