Home /News /national-international /

બિહાર: BJPના - 7, JDUના - 5, HAM-VIPના એક-એક મંત્રીએ શપથ લીધા, કયા 14 ચહેરાને મળ્યું સ્થાન?

બિહાર: BJPના - 7, JDUના - 5, HAM-VIPના એક-એક મંત્રીએ શપથ લીધા, કયા 14 ચહેરાને મળ્યું સ્થાન?

બિહાર શપથ સમારોહ

છેલ્લા 15 વર્ષોથી નીતિશ કુમાર સાથે ડેપ્યુટી સીએમ તરીકે કામ કરી રહેલા ભાજપના નેતા સુશીલ કુમાર મોદીને આ વખતે સરકારમાં શામેલ કરવામાં આવ્યા નથી.

    પટના: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં 125 બેઠકો પ્રાપ્ત કર્યા પછી જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને નેતા તરીકે પસંદ કર્યા છે. જ્યારે આજે રાજભવન ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં નીતિશને ફરી એકવાર બિહારના મુખ્ય પ્રધાન તરીકે તાજ પહેરાવવામાં આવ્યો છે. તેમણે 7 મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ સમયે , ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હીથી પટના પહોંચ્યા છે. જો કે વિપક્ષે સમારોહનો બહિષ્કાર કર્યો હતો. ખાસ કરીને મહાગઠબંધનમાં સામેલ આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો છે.

    આ નેતાઓ કેબિનેટમાં જોડાશે

    નીતિશ કુમારના નેતૃત્વમાં આજે રચાયેલી એનડીએ સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ 15 પ્રધાનોએ શપથ લીધા છે. તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીને સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે સામેલ કરવામાં આવ્યા છે. છેલ્લા 15 વર્ષોથી નીતિશ કુમાર સાથે ડેપ્યુટી સીએમ તરીકે કામ કરી રહેલા ભાજપના નેતા સુશીલ કુમાર મોદીને આ વખતે સરકારમાં શામેલ કરવામાં આવ્યા નથી.

    સરકારમાં જેડીયુના વિજયકુમાર ચૌધરી, અશોક ચૌધરી, મેવાલાલ ચૌધરી અને પ્રથમ વખતના ધારાસભ્ય શીલા કુમારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિહારના ભૂતપૂર્વ સીએમ જીતનરામ માંઝીના પુત્ર સંતોષ સુમન પણ મંત્રી પદે શપથ લીધા છે. તે જેડીયુ ક્વોટાથી મંત્રી બન્યા છે. આ ઉપરાંત વીઆઇપી પાર્ટીના મુકેશ સાહનીએ પણ મંત્રી પદના શપથ લીધા છે. તેઓ ભાજપના ક્વોટાથી મંત્રી બન્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપના વરિષ્ઠ નેતા નંદકિશોર યાદવને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, બીજેપીના 7, જેડીયુના 5, HAM-VIPના એક-એક મંત્રીએ શપથ લીધા.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.



    નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરમાં સમાપ્ત થયેલ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને 125 બેઠકો મળી છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધનને 110 બેઠકો મળી છે. એનડીએમાં ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, જ્યારે હમ અને વીઆઇપીને ચાર બેઠકો મળી હતી.

    તો, મહાગઠબંધન બહુમતીથી પાછળ રહી ગયું હતું. જો કે આ ચૂંટણીમાં આરજેડીએ 75 બેઠકો મેળવી સૌથી મોટી પાર્ટી બની છે. તમને જણાવી દઈએ કે, જેડીયુને 2015ની વિધાનસભાની ચૂંટણીમાં 71 બેઠકો મળી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: અમિત શાહ

    આગામી સમાચાર