બિહાર ચૂંટણીમાં NDAને 125 સીટ, મહાગઠબંધનનાં ખાતામાં આવી 110 સીટો- આપને જણાવી દઇએ કે, 10 નવેમ્બરનાં આવેલાં બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોમાં NDA ગઠબંધનની 125 સીટ પર વિજય મેળવ્યો જ્યારે મહાગઠબંધનને ફક્ત 110 સીટ મળી. RJDને 75 સીટ મળી તેની સાથે જ RJD બિહાર ચૂંટણીની સૌથી મોટી પાર્ટીનાં રૂપે ઉભરીને સામે આવી. જ્યારે કોંગ્રેસે 70 સીટો પર ચૂંટણી લડી જેમાં તેને માત્ર 19 સીટ પર જીત મળી. આ ઉપરાંત વામ દળે 16 સીટ પર વિજય હાંસીલ કર્યો છે.
NDAમાં ભાજપ 74 સીટ જીતીને બીજી મોટી પાર્ટી બન્યું છે. તેમની સહયોગ જેડીયૂ માત્ર 43 સીટ હાંસેલ કરી છે ત્રીજા નંબરની પાર્ટી બની છે. હિન્દુસ્તાન આવામ મોર્ચા અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીને ચાર ચાર સીટ મળી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર