ઘરમાં ઊંઘી રહેલી સગીરા પર પરિવારના જ સભ્યોએ ગુજાર્યો ગેંગરેપ

News18 Gujarati
Updated: October 10, 2019, 10:43 AM IST
ઘરમાં ઊંઘી રહેલી સગીરા પર પરિવારના જ સભ્યોએ ગુજાર્યો ગેંગરેપ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
પટનામાં મસૌઢીના કરરિયા ગામમાં મંગળવારે એક ક્રૂર ઘટના થઇ. રાત્રે ઘરમાં એકલી સૂઇ રહેલી 16 વર્ષીય સગીરા સાથે તેના જ ઘરમાં ઘૂસીને 4 લોકો તેની સાથે ગેંગરેપ (Gang Rape) કર્યો હતો. અને પછી પોતાનું આ પાપ છતું ના થઇ જાય તે માટે આરોપીઓએ બાળકીનું માથું ઇંટથી કચડી નાંખ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આ ગંદું કામ બીજું કોઇ નહીં પણ સગીરાના પિતરાઇ ભાઇએ તેના મિત્રા સાથે મળીને કર્યું છે. મંગળવારે થયેલી આ ઘટનાનો ખુલાસો બુધવારે સવારે થયો હતો. જે બાદ પોલીસે ચાર લોકોની અટક કરી છે.

પોલીસને મળેલી જાણકારી મુજબ જ્યારે આ ઘટના થઇ ત્યારે સગીરા ઘરમાં એકલી હતી. તેની માં સારવાર માટે તેના પિયર ગઇ હતી. પિયર જતા પહેલા માંએ પડોશમાં રહેતી એક મહિલાને તેની દિકરીની સંભાળ રાખવાનું કહ્યું હતું. અને તેની દિકરી પણ પીડિતાની મિત્ર હતી. આ ઘટનામાં અંજની કુમાર, છોટન સાવ, અખિલેશ કુમાર અને સતીશ કુમારની અટક કરી છે. જે મોડી રાત્રે સીડીના સહારે સગીરાના ઘરની અગાશી પર ચઢ્યા હતા. અને ત્યાંથી તે ઘરમાં દાખલ થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચાર લોકોએ દુષ્કર્મ કર્યા પછી પકડાઇ જવાની ડરે યુવતી પર પહેલા તીક્ષ હથિયારથી વાર કર્યો હતો. અને તે પછી ઇંટ અને પથ્થરની તેનો ચહેરો છૂંદી દીધો હતો. જે પછી વિદ્યાર્થીએ દમ છોડી દીધો હતો.

નોંધનીય છે કે પીડિત યુવતીના પિતાની મોત બે વર્ષ પહેલા જ થઇ હતી. તે ભાઇઓ સાથે પંજાબમાં રહેતી હતી. વર્ષ પહેલા જ મૈટ્રિકની પરીક્ષા આપવા માટે તે પટના આવી હતી. અહીં એક વિદ્યાલયમાં નવમીનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અને હવે આવનારા વર્ષે તે મેટ્રિકની પરીક્ષા આપવાની હતી.
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading