રેલવે મંત્રીની જાહેરાત, RPFની ભર્તીમાં મહિલાઓને મળશે 50 % અનામત

પિયૂષ ગોયલ પટનામાં

રેલ્વે મંત્રીએ કહ્યું કે, બિહારમાં વિજળીના ક્ષેત્રે પણ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં બિહારના દરેક ઘર સુધી વિજળી પહોંચી જશે.

 • Share this:
  રેલ્વે સુરક્ષા દળ (આરપીએફ)ની ભર્તીમાં મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવશે. આ વાતની જાહેરાત રેલવે મંત્રી પિયૂષ ગોયલે પટનામાં કરી છે. બિહારના એક દિવસના પ્રવાસ પર ગયેલા ગોયલે રેલવેની કેટલીક યોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ દરમ્યાન તેમણે કહ્યું કે, બિહારમાં જે તેજીથી વિકાસ વધી રહ્યો છે, તેમાં રેલવેની યોજનાઓ પણ સામેલ છે.

  તેમણે કહ્યું કે, મહિલાઓ અને બાળકો પ્રતિ આરપીએફનું કાર્ય વખાણવા લાયક છે. સરકાર આરપીએફની ભરતીમાં મહિલાઓને 50 ટકા અનામત આપશે. ગોયલે પટનામાં કહ્યું કે, તમામ મહત્વપૂર્ણ સ્ટેશનો પર સીસીટીવી લગાવવામાં આવશે. પટના ઘાટથી પટના સાહેબની જમીન પણ ટુંક સમયમાં બિહાર સરકારને આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ડાલમિયાનગરમાં 600 કરોડનું POH બનાવવાનું શરૂ કરવામાં આવશે. સાથે 10 મહિનાની અંદર કોસીના બ્રિજનું કામ પણ પૂર્ણ કરવામાં આવશે.

  રેલ્વે મંત્રીએ કહ્યું કે, બિહારમાં વિજળીના ક્ષેત્રે પણ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં બિહારના દરેક ઘર સુધી વિજળી પહોંચી જશે. ભવિષ્યમાં બિહાર ક્યારે પણ અંધારામાં નહી રહે. તેમણે કહ્યું કે, બિહારને અંધારામાં ધકેલનાર હવે સરકારમાંથી જ બહાર થઈ ગયા છે. ગોયલે કહ્યું કે, જીએસટીને સરળ રીતે બિહારમાં લાગુ કરવામાં આવશે. આના માટે સુશિલકુમાર અને નીતિશકુમાર સહિત પૂરી સરકાર અભિનંદનને પાત્ર છે.
  Published by:kiran mehta
  First published: