Home /News /national-international /

બિહાર: મહાગઠબંધન સીટોની વહેંચણી, કોંગ્રેસ - 9 અને આરજેડી - 20 સીટ પર લડશે ચૂંટણી

બિહાર: મહાગઠબંધન સીટોની વહેંચણી, કોંગ્રેસ - 9 અને આરજેડી - 20 સીટ પર લડશે ચૂંટણી

બિહારમાં પહેલા બે ચરણ માટે મહાગઠબંધન વચ્ચે લીટોની વહેંચણીની જાહેરાત કરી દેવામાં આવી

બિહારમાં પહેલા બે ચરણ માટે મહાગઠબંધન વચ્ચે લીટોની વહેંચણીની જાહેરાત કરી દેવામાં આવી

    બિહારમાં પહેલા બે ચરણ માટે મહાગઠબંધન વચ્ચે લીટોની વહેંચણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ હેઠળ આરજેડી 20, કોંગ્રેસ 9, રાલોસપા 5 હમ 3, વીઆઈપી 3 અને રાજદના કોટાથી ભાકપા માલે એક સીટ પર ચૂંટણી લડશે. જ્યારે પહેલા ચરણની ચાર સીટો પર ઉમેદવારના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.

    આ હઠળ પ્રથમ તબક્કાની ગયા અને ઔરંગાબાદની સીટ હિન્દુસ્તાની આવામ મોર્ચાના ખાતામાં ગઈ છે. જ્યારે જમુઈ સીટ એરએલએસપી અને નવાદ આરજેડીના ખાતામાં. આ હેઠળ ગયાથી હમના જીતન માંઝી, નવાદથી રાજદના વિમા દેવી, જમુઈથી રાલોસપાના ભૂદેવ ચૌધરી, ઔરંગાબાદથી હમના ઉપેન્દ્ર પ્રસાદ ઉમેદવાર હશે.

    જ્યારે નવાદથી વિધાનસભા સીટ પર હમના ધીરેન્દ્ર કુમાર સિંહ ઉર્ફે મુન્ના અને ડેહરીથી રાજદના મોહમ્મદ ફિરોઝ ઉમેદવાર હશે. આ પહેલા આરજેડી પ્રવક્તા મનોજ ઝાએ જાણકારી આપી કે, શરદ યાદવ આરજેડીના સિંબલ પર મધેપુરાથી ઉમેદવાર હશે. બાદમાં તેમની પાર્ટીનો વિલય આરજેડીમાં કરી દેવામાં આવશે.

    તમને જણાવી દઈએ કે, આ પહેલા મહાગઠબંધનના ઘટક દળોના પ્રમુખ નેતા પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાંથી તે એક સાથે હોટલ મૌર્ય પહોંચ્યા. જેમાં હમ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી, રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા, VIP પ્રમુખ મુકેશ સહની સામેલ હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Annonced seat shairing, Grand Alliance, Lok Sabha Election, Patna

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन