Weather Alert : બિહારમાં આકાશીય વીજળીએ લીધા 30 લોકોના જીવ, એલર્ટ જાહેર

News18 Gujarati
Updated: July 3, 2020, 2:24 PM IST
Weather Alert : બિહારમાં આકાશીય વીજળીએ લીધા 30 લોકોના જીવ, એલર્ટ જાહેર
વિજળી

આ વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદના પણ આસાર છે.

  • Share this:
બિહારમાં શુક્રવારે મોટાભાગના જિલ્લામાં વરસાદ સાથે વિજળી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પટના હવામાન વિભાગ કેન્દ્રએ રાજ્યના અલગ અલગ વિસ્તારામાં આવતા 48 કલાકમાં વિજળી પડવાનું એલર્ટ પણ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદના પણ આસાર છે. હવામાન વિભાગે લોકોને અકારણે ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે. સાથે જ લોકોને વધુ સતર્ક રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ રાજ્યભરમાં 30 લોકોની મોત વિજળીની ઝપેટમાં આવવાના કારણે થઇ છે. જો કે સરકારી આંકડા મુજબ આ સંખ્યા 26 કહેવામાં આવી છે. અને તમામ લોકોને સીએમ નીતિશ કુમાર તરફથી 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

હવામાન વિભાગ કેન્દ્ર પટનાના નિર્દેશક વિવેક સિંહાના કહેવા મુજબ પ્રદેશમાં ગત 48 કલાકમાં એવી પરિસ્થિતિ બની રહી છે જેના કારણે અનેક જિલ્લામાં વિજળી પડવાની સંભાવના વધી ગઇ છે. હવામાન વિભાગે 3 જુલાઇથી જે જિલ્લામાં આંધી, વ્રજપાત અને વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને બેગૂસરાય, લખીસરાય, શેખપુર, સમસ્તીપુર, ગયા અને નાલાન્દા લોકોને ખાસ ધ્યાન રાખવાનું કહ્યું છે. સાથે જ બક્સર, સારણ અને સીવાનમાં પણ વરસાદ અને વિજળીની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

વધુ વાંચો: કોરોના કાળમાં ભારતમાં Google પર સૌથી વધુ સર્ચ થઇ આ વસ્તુ, જૂન બદલાયો ટ્રેન્ડ

તમને જણાવી દઇએ કે ગુરુવારે પટનામાં 9, સમસ્તીપુરમાં 8, પૂર્વ ચંપારણમાં 4, કટિહારમાં 3, શિવહરમાં 2, મઘેપુરામાં 2, પશ્ચિમ ચંપારણમાં 1 અને પૂર્ણિયામાં 1 વ્યક્તિની વીજળી પડવાના કારણે મોત થઇ છે. સરકારી આંકડા મુજબ આ સંખ્યા હજી સુધી 26ની જ છે. હવામાન વિભાગ મુજબ થંડરસ્ટૉમના સેલ એક જગ્યાએ બનીને હવાઓની ગતિ અને તાપમાનની સ્થિતિના હિસાબે અહીં તહીં મુવમે્ટ કરતા રહે છે. રડાર પર મળેલા આ સંકેતાના આધારે આપદા વિભાગ સહિત વિભિન્ન માધ્યમોથી લોકો સુધી આ અંગે જાણકારી મોકલવામાં આવી રહી છે.

અને લોકોને બચીને રહેવાનું કહેવામાં આવ્યું છે.
First published: July 3, 2020, 2:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading