પટના : પાટનગર પટનાથી રૂવાંટા ઉભા થઈ જાય તેવી ઘટના (Patna News) સામે આવી છે, જ્યાં પુત્રવધૂએ પોતાની સાસુ (Brutal Murder)ની હત્યા કર્યા બાદ પોતાને આગ ચાંપી દીધી હતી. જ્યારે આગની જ્વાળાઓથી ઘેરાયેલી મહિલા ઘરની બહાર આવી ત્યારે ગામના લોકો પણ ચોંકી ગયા હતા. ગામના લોકોએ તેને તાત્કાલિક બચાવવાનો પ્રયાસ કર્યો અને તેને હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ ઘટના પારસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સકરેચાની છે. એવું કહેવામાં આવે છે કે સાસુ ધર્મશીલા દેવીની નિર્દયતાથી હત્યા કર્યા બાદ પુત્રવધૂ આરતી દેવીએ પોતાને આગ ચાંપી દીધી હતી.
પોતાની જાતને અગ્નિદાહ આપતા પહેલા આરતીએ તેની સાસુની હત્યા જ કરી નહોતી, પણ આંખો કાઢી સાથે સાથે તેનો હાથ અને આંગળીઓ પણ કાપી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પારસા બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને કબજે કરી પટનાના પીએમસીએચ મોકલી હતી. ઘાયલ પુત્રવધૂ આરતીને પણ સારવાર માટે પીએમસીએચ મોકલી દેવાઈ છે.
એવું કહેવામાં આવે છે કે, ગામમાં રહેતા રાજકુમાર સાવની પત્ની અને પુત્રવધૂ પર હંમેશા મારપીટ કરવામાં આવતી હતી. ગામલોકોના કહેવા મુજબ આ વિવાદને કારણે પુત્રવધૂ આરતીએ તેની સાસુ ધર્મશીલા દેવીની હત્યા કરી હતી. સાસુ-વહુ વચ્ચે પુત્રવધૂનો ગુસ્સો એટલો ભારે હતો કે હત્યા બાદ પણ તેણે તેને તેની આંખો બહાર કાઢી હતી. એટલું જ નહીં, વહુએ તેની આંગળી પણ કાપી નાખી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હતાશામાં આવ્યા બાદ આરતીએ પોતાને આગ ચાંપી દીધી હતી.
આગ લગાવ્યા બાદ તે ઘરની બહાર આવી ત્યારે ગ્રામજનોના હોશ ઉડી ગયા હતા. આગમાં લપેટાયેલી પુત્રવધૂને બચાવવા ગ્રામજનો દોડી ગયા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસના આગમન બાદ ઈજાગ્રસ્ત આરતીને પીએમસીએચ ખાતે સારવાર અર્થે રવાના કરવામાં આવી હતી. અહીં મૃતકના પતિ રાજકુમાર સાહુએ જણાવ્યું હતું કે, સવારે પુત્રવધૂ અને સાસુ વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ આ ઘટના બની હતી. પુત્રવધૂ ઘરેથી બહાર આવી ત્યારબાદ તેને ઘટનાની જાણ થઈ હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર