Home /News /national-international /પટના જંક્શન પર પોર્ન વીડિયો શરુ થઈ ગયો, વિદેશમાં બેઠેલી પોર્ન સ્ટારે બિહાર પર આવું ટ્વિટ કર્યું
પટના જંક્શન પર પોર્ન વીડિયો શરુ થઈ ગયો, વિદેશમાં બેઠેલી પોર્ન સ્ટારે બિહાર પર આવું ટ્વિટ કર્યું
patna junction viral video
રેલવેએ કહ્યું કે, એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી થઈ ગઈ છે. રેલ સેવાએ જણાવ્યું કે, સંબંધિત એજન્સી વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાઈ છે. સાથે જ એજન્સીને ટર્મિનેટ કરી બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે.
પટના: રેલ્વે સ્ટેશનો પર મોટી મોટી સ્ક્રીન લાગેલી રહે છે. તેનું કામ હોય છે લોકોનું એ બતાવવાનું કે કઈ ટ્રેન, કેટલા વાગે આવશે અથવા જાહેરાત માટે આ સ્ક્રીનનો ઉપયોગ થાય છે. ડિસ્પ્લેમાં ટ્રેનની અવરજવરનો ટાઈમ લખેલો હોય છે, જેથી મુસાફરોને કોઈ તકલીફ ન પડે. એક દિવસ પહેલા તેનો કંઈક અલગ જ ઉપયોગ જોવા મળ્યો હતો. સ્ટેશન પર લાગેલી સ્ક્રીન પર ફિલ્મ ચાલુ થઈ ગઈ, અને આ ફિલ્મ પોર્ન ફિલ્મ હતી. થોડી વાર માટે નહીં તો, આખી 3 મીનિટ સુધી આ પોર્ન ફિલ્મ ચાલતી રહી. આ સમાચાર બિહારના છે. અહીં પટના જંક્શન પર આ વિચિત્ર મામલો બન્યો હતો.
હોબાળો મચ્યો, લોકોએ વીડિયો શેર કર્યા. રેલવેએ કહ્યું કે, એજન્ટ વિરુદ્ધ કાર્યવાહી થઈ ગઈ છે. રેલ સેવાએ જણાવ્યું કે, સંબંધિત એજન્સી વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાઈ છે. સાથે જ એજન્સીને ટર્મિનેટ કરી બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે.
લોકોએ આ મામલે અલગ અલગ કેન્ટ્સ કરી. આ મામલામાં એક પોર્ન સ્ટારે પણ કમેન્ટ કરી છે. તેનું નામ છે કેંડ્રા લસ્ટ. મંગળવારે કેંડ્રાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોતાનો ફોટો શેર કર્યા છે અને સાથે લખ્યું છે ઈંડિયા. આ ઉપરાંત ટ્વીટમાં બિહાર રેલવે સ્ટેશન હૈશટૈગ પણ લગાવ્યું છે.
કેંડ્રાનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ટ્વીટ સામે આવ્યા બાદ કેંડ્રા આ મામલામાં ચર્ચાનો વિષય બની છે. આ સમગ્ર મામલે લોકો વાતો કરી રહ્યા છે. કોઈ હસી રહ્યું છે કે, ક્રેંડા સુધી આ વાત કેવી રીતે પહોંચી ગઈ. તો વળી અમુક લખે છે કે, પટનાનો કિસ્સો આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર