નીતિશ કુમારે પ્રશાંત કિશોરને જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા

News18 Gujarati
Updated: October 17, 2018, 7:49 AM IST
નીતિશ કુમારે પ્રશાંત કિશોરને જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા
પ્રશાંત કિશોર અને નીતિશ કુમારનો ફાઈલ ફોટો

મોદી અને નીતિશ જેવા દિગ્ગજોને સત્તાની સીડીઓ ચઢાવનારા આ મેનેજમેન્ટ ગુરૂને કોંગ્રેસ તરફથી યૂપીમાંથી નિરાશા હાથ લાગી હતી

  • Share this:
દેશના પ્રમુખ રણનીતિકાર પ્રશાંત કિશોર(પીકે)ને જનતા દળ યૂનાઈટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાર્ટીના અધ્યક્ષ અને બિહારની સીએમ નીતિશ કુમારે પ્રશાંત કિશોરને ઉપાધ્યક્ષ બનાવી સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, પાર્ટીમાં તેમની હેસિયત નંબર બેની હશે. પ્રશાંત કિશોર બે દિવસ પહેલા પટનામાં થયેલા વિદ્યાર્થી સંગમમાં નીતિશની સાથે હતા.

પ્રશાંત કિશોર 16 સપ્ટેમ્બરે પટનામાં જેડીયૂના કાર્યકારિણી બેઠકમાં પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યાં તે 2017ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ પાર્ટી તરફથી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ મોદી અને નીતિશ જેવા દિગ્ગજોને સત્તાની સીડીઓ ચઢાવનારા આ મેનેજમેન્ટ ગુરૂને યૂપીમાંથી નિરાશા હાથ લાગી હતી.

પોલ રજિસ્ટર તરીકે ચર્ચિત પ્રશાંત કિશોર આવનારી લોકસભા ચૂંટણીમાં જેડીયૂના પ્રચારની રણનીતિ તૈયાર કરવામાં લાગી ગયા છે.

ટીમ મોદી સાથે સંબંધ તૂટ્યા બાદ પીકેએ 2015માં વિધાનસભા ચૂંટણીમાં નીતિશનો સાથે આપ્યો. બિહારમાં બહાર છે, નીતિશ કુમાર છે... ઝાળમાં ન આવો... નીતિશને જીતાડો, જેવા સ્લોગન આપીને તેમણે મહાગઠબંધનના પક્ષમાં હવા બનાવવામાં મદદ કરી હતી.

પ્રશાંત કિશોરની સફર
જણાવી દઈએ કે, 2014ની ચૂંટણીમાં પ્રસાંત કિશોરે નરેન્દ્ર મોદી માટે કેમ્પેન કર્યું હતું. મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રશાંત કિશોર બીજેપીથી ધીરે ધીરે દૂર થતા ગયા. ત્યારબાદ તેમણે બિહારનો રસ્તો પકડ્યો અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધ નીતિશ કુમાર માટે કેમ્પેન કર્યું. નીતિશકુમારની જેડીયૂ, લાલૂની આરજેડી અને કોંગ્રેસને સાથે લાવી મહાગઠબંધન બનાવવા પાછળ પ્રશાંત કિશોરનો હાથ હોવાનું માનવામાં આવે છે. આ ચૂંટણીમાં બીજેપીને હાર મળી હતી. નીતિશની સાથે પીકેની પ્રોફાઈલ પણ ઘણી મજબૂત થઈ ગઈ.ત્યારબાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે રણનીતિ બનાવવા માટે પીકેની સેવા લીધી. 2017માં યૂપી વિધાનસભા ચૂંટણીમાં પીકેએ 27 યૂપી બેહાલનો નારો આપ્યો. રાહુલ ગાંધીએ પ્રદેશભરમાં ખાટ સભાનું આયોજન કર્યું. ત્યારબાદ સપા સાથે ગઠબંધનની રૂપરેખા તૈયાર કરવામાં પણ પીકેની રણનીતિને આધાર માનવામાં આવે છે. પરંતુ કોંગ્રેસ પ્રશાંત કિશોરની રણનીતિથી સંતુષ્ટ ન હતી, આ બાજુ કોંગ્રેસ નોતાઓ તરફથી પણ પીકેની ટીમને સમર્થન ન મળ્યું, જે તેમને બિહારમાં મહાગઠબંધન અથવા 2014માં લોકશબા ચૂંટણીમાં બીજાપી તરફથી મળ્યું.
First published: October 16, 2018
વધુ વાંચો
अगली ख़बर