પટનાઃ બિહાર (Bihar Assembly Election 2020)માં બીજા ચરણના ઠીક પહેલા મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar)એ ન્યૂઝ18 સમૂહના મેનેજિંગ એડિટર બ્રજેશ કુમાર સિંહને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં છેલ્લી ચૂંટણીના સવાલ પર તેઓએ કહ્યું કે આ બધું ન પૂછો, આ બધું ઉપરવાળા પર નિર્ભર કરે છે. જ્યાં સુધી તક મળશે અમે કામ કરીશું. સાથોસાથ કહ્યું કે અમે બિહારમાં રાજનીતિ નહીં પરંતુ લોકોની સેવા કરવા માટે છીએ, જ્યાં સુધી તક મળતી રહેશે, તમામ તાકાત લગાવીને કામ કરતાં રહીશું.
સરકાર કોઈની ડાયરેક્ટ ભરતી નથી કરી શકતી - નીતીશ કુમાર
RJDની 10 લાખ નોકરી આપવાની જાહેરાત પર નીતીશ કુમારે કહ્યું કે અમને કોઈ ઘેરી નહીં શકે. આ લોકો જે બોલી રહ્યા છે તેની પર ક્યારેય વિચાર્યું પણ નથી. 6 લાખથી વધુ નોકરીઓ અમે આપી છે. 15 વર્ષમાં 95 હજાર નોકરી આપનારા આજે અમારી પર હુમલો કરી રહ્યા છે. 10 લાખ નોકરી આપવા માટે વાર્ષિક 1,44,000 કરોડ રૂપિયા જોઈએ, તે ક્યાંથી આવશે. આ વાતોથી થોડાક લોકો ભ્રમિત થશે. સરકાર કોઈને ડાયરેક્ટ ભરતી નથી કરી શકતી. આ બધું માત્ર પબ્લિસિટી માટે છે.
તેજસ્વીની રેલમાં એકત્ર થયેલી ભીડના સવાલ પર તેઓએ કહ્યું કે, તેનો કોઈ અર્થ નથી. જૂનો ચૂંટણીનો ઈતિહાસ જોઈ લો. લાલુ પ્રસાદ યાદવની રેલીમાં ભીડ એકત્ર થતી હતી. પરંતુ પરિણામ આપની સામે છે. અમે લોકોએ તમ મળતાં માત્ર કામ કર્યું છે.
તેજસ્વી-ચિરાગ પર હુમલો કરતાં તેઓએ કહ્યું કે અમને કોઈ ફીલિંગ નથી. કોઈ ક્રિકેટમાં હતું, કોઈ સિનેમામાં હતું. મારી વિરુદ્ધ બોલતાં તેમને પબ્લિસિટી મળે છે. અમે લોકોએ તમામ લોકોના કામ કર્યા છે. આ લોકો કોઈ ખાસ પરિવારની નવી પેઢી છે. સામાન્ય નાગરિકની નવી પેઢીને મારા વિશે પૂછો. ચિરાગ પાસવાન (Chirag Paswan) અને તેજસ્વી યાદવ (Tejaswi Yadav)ની વાતો પર અમે લોકો ધ્યાન નથી આપતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર