Home /News /national-international /

ટોળાંએ કિશોરને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધ્યો, શરીર પર છોડી કીડીઓ

ટોળાંએ કિશોરને નિર્વસ્ત્ર કરી ઝાડ સાથે બાંધ્યો, શરીર પર છોડી કીડીઓ

આ દરમ્યાન ત્યાં હાજર રહેલા લોકો નાબાલિગને બચાવવાના બદલે કલાકો સુધી મૂકદર્શક બનીને જોતા રહ્યા

આ દરમ્યાન ત્યાં હાજર રહેલા લોકો નાબાલિગને બચાવવાના બદલે કલાકો સુધી મૂકદર્શક બનીને જોતા રહ્યા

    બિહારના ફુલવારી શરીફના ઈસોપુર અદપા કોલોનીમાં ટોળાએ એક નાબાલિગને મોબાઈલ ચોરીના આરોપમાં ત્રણ કલાક સુધી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો. લોકો આટલેથી ના ધરાયા, તો તેમણે નાબાલિગના શરીર પર લાલ ચરકા ભરતી કીડીઓ છોડી દીધી. ભીડની આ ક્રૂરતાનો વીડિયો વાયરલ થયા બાદ ઢોર માર મારનાર એક આરોપી નૂર આલમને પોલીસે દબોચી લીધો છે.

    ઉલ્લેખનીય છે કે, ન્યૂઝ18 પર આ સમાચાર દેખાડ્યા બાદ પોલીસ અને પ્રશાસન ઊંઘમાંથી ઉભી થઈ ગયું. હાલમાં પોલીસે આ મામલામાં કેસ નોંધાવી કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોકે, નાબાલિગને ટોળાએ ત્રણ કલાક સુધી ઝાડ સાથે બાંધીને રાખ્યો હતો. આ દરમ્યાન ત્યાં હાજર રહેલા લોકો નાબાલિગને બચાવવાના બદલે કલાકો સુધી મૂકદર્શક બનીને જોતા રહ્યા. ટોળામાં હાજર રહેલા લોકોને કલાકો બાદ પણ નાબાલિગ બાળક પર દયા ના આવી, બાળક રોતો રહ્યો અને લોકો નજારો જોતા રહ્યા.

    ફુલવારી શરીફ પોલીસને જ્યારે ઘટનાની સૂચના મળી તો તે ઘટના સ્થળ પર પહોંચી અને નાબાલિગને લોકો પાસેથી મુક્ત કરાવી પોલીસ સ્ટેશન લઈ ગઈ. વીડિયો વાયરલ થયા બાદ ડીએસપી રમાંકાંત પ્રસાદે તુરંત એક્શનમાં આવી કાર્યવાહીનો આદેશ આપ્યો. ત્યરબાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને બાકી લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Crowd, Minor, Mobile theft, Patna

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन