Home /News /national-international /

ગુજરાતમાં સૌથી ઊંચી પ્રતિમા: બિહાર બનાવશે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ

ગુજરાતમાં સૌથી ઊંચી પ્રતિમા: બિહાર બનાવશે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ

પ્રતિકાત્મક તસવીર

વિશ્વની સૌથી મોટી હોસ્પિટલમાં 5462 બેડ ક્ષમતા હશે. આ હોસ્પિટલ બનવવાનો અંદાજિત ખર્ચ 5540.07 કરોડ થશે.

    બિહાર સરકાર વિશ્વની સૌથી મોટી હોસ્ટિપલ બનાવવી જઇ રહી છે. પટનામાં આવેલી પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલને નવું રૂપ આપવામાં આવશે. વિશ્વની સૌથી મોટીમાં  5462 બેડ ક્ષમતા હશે.  આ હોસ્પિટલ બનવવાનો અંદાજિત ખર્ચ 5540.07 કરોડ થશે.

    બહારનાં મુખ્યમંત્રી નિતીશ કુમારની કેબિનેટે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ માટે સરકાર દ્વારા વહીવટી મંજુરી મળી ગઇ છે. હયાત હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે અને તેને અત્યાધુનિક કરવામાં આવશે. બિહાર મેડિકલ સર્વિસ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લી. આ હોસ્પિટલનું ડેવલપમેન્ટ કરશે.

    આ પણ વાંચોઃ વિશ્વની સૌથી મોટી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની પ્રતિમાનો માણો આકાશી નજારો

    પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ 1925માં બનાવવામાં આવી હતી. નવી અને મોટા હોસ્પિટલ બનવાનાં કારણે બિહારમાં ડોક્ટરોની અછચ દૂર થશે અને દર્દીઓને સારવાર મળશે.

    હાલમાં, આ હોસ્પિટલમાં 1754 બેડની કેપેસિટી છે. હોસ્પિટલનાં નવીનીકરણની સાથે એમ.બી.બી.એસની સીટોની સંખ્યા પણ વધશે. હાલમાં 150 છે તે વધીને 250 થશે.

    વિશ્વની સૌથી મોટી હોસ્પિટલમાં 36 સુપર સ્પેશિયાલીટી વિભાગો હશે. હાલમાં માત્ર 8 સુપર સ્પેશિયાલીટી વિભાગો છે. આ હોસ્પિટલને ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવશે અને સમયસર તેનું કામ પુરુ કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ ભગવાન રામની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી ઊંચી હોવી જોઈએઃ આઝમ ખાન
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Nitish Kumar, Patna, Statue of unity, બિહાર, હોસ્પિટલ

    આગામી સમાચાર