બિહાર: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આ મંદિર આપશે રુ. 10 કરોડ

News18 Gujarati
Updated: November 10, 2019, 3:00 PM IST
બિહાર: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આ મંદિર આપશે રુ. 10 કરોડ
પટનાનું મહાવીર મંદિર (ફાઇલ ફોટો)

મંદિર ટ્રસ્ટ સમિતિ પાંચ વર્ષ માટે દર વર્ષે 2 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપશે. આ માહિતી ટ્રસ્ટ સમિતિના સેક્રેટરી અને ભૂતપૂર્વ આઈપીએસ કિશોર કૃણાલે આપી હતી.

  • Share this:
બિહાર: શનિવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ બિહારની પ્રખ્યાત અને પાટનગર પટના જંકશનમાં સ્થિત પ્રખ્યાત મહાવીર મંદિરે પણ રામ મંદિર નિર્માણમાં સહકાર આપવાનો નિર્ણય લીધો છે. પટનાનું મહાવીર મંદિર અયોધ્યામાં રામ મંદિર નિર્માણને આર્થિક મદદ કરશે.

10 કરોડની મદદ કરશે

મહાવીર મંદિર ટ્રસ્ટ સમિતિએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 10 કરોડ રુપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ દર વર્ષે મહાવીર મંદિર ટ્રસ્ટ કમિટી 2 કરોડ રૂપિયાની મદદ કરશે. ટ્રસ્ટ સમિતિના સેક્રેટરી અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કિશોર કૃણાલે આ માહિતી આપી હતી. મંદિરના સેક્રેટરી કિશોર કૃણાલે પણ અયોધ્યા પર એક પુસ્તક લખ્યું છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન તેમના પુસ્તકની ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો: જાણો અયોધ્યામાં વિવાદિત જમીન પર આવેલ નિર્ણય પર વિદેશી મીડિયાએ શું કહ્યું?પટનાની કેન્સર હોસ્પિટલનું સંચાલન મહાવીર મંદિર ટ્રસ્ટ સમિતિ દ્વારા પણ કરવામાં આવે છે. પહેલા બિહારમાં બંને પક્ષોએ અયોધ્યા અંગેના નિર્ણયનો આદર કર્યો હતો અને ન્યાયપાલિકાના નિર્ણયને સર્વોચ્ચ માન્યો. આચાર્ય કિશોર કૃણાલે આ બાબતે માહિતી આપવા સાથે જણાવ્યું હતું કે, પટનાનું મહાવીર મંદિર અયોધ્યામાં રામલીલાના દર્શન માટે જતા તમામ ભક્તો માટે મફત ભોજનની વ્યવસ્થા કરશે. જમવાની આ વ્યવસ્થા આખા વર્ષ દરમિયાન રાત-દિવસ ચાલુ રહેશે. અયોધ્યામાં સ્થિતિ સામાન્ય થતાંની સાથે જ આ વ્યવસ્થા પટના હનુમાન મંદિર તરફતી શરૂ કરવામાં આવશે.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading