Home /News /national-international /જાણો ક્યાંથી લોકસભા ચૂંટણી લડશે JNU વિદ્યાર્થી કન્હૈયા કુમાર ?

જાણો ક્યાંથી લોકસભા ચૂંટણી લડશે JNU વિદ્યાર્થી કન્હૈયા કુમાર ?

કન્હૈયા કુમાર(ફાઈલ ફોટો)

વામપંથીઓના ગઢ માનવામાં આવતી આ બેઠક પરથી મહાગઠબંધન કન્હૈયાને મોકો આપે છે તો, નિશ્ચિત રીતે આ બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ રહેશે.

જેએનયૂ વિદ્યાર્થી સંઘનો પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર 2019ની લોકસભા ચૂંટણીમાં બિહારના બેગૂસરાયથી મેદાનમાં ઉતરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કન્હૈયા કુમાર બેગૂસરાયથી મહાગઠબંધનનો ઉમેદવાર બનશે. બિહારમાં મહાગઠબંધનમાં આરજેડી સહિત કોંગ્રેસ, એનસીપી, હમ(એસ), શરદ યાદવની એલજેડી સિવાય લેફ્ટ પાર્ટીઓ પણ શામેલ છે. કન્હૈયા હાલના દિવસોમાં બિહારની રાજનીતિમાં પણ અપ્રત્યક્ષ રીતે સક્રિય છે.

જેલમાંથી મુક્ત થયા બાદ પટનાના પ્રવાસ પર આવેલો કન્હૈયા કુમાર ત્યારે મુખ્યમંત્રી નીતિશકુમાર અને રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ બન્નેને મળ્યો હતો. તે સમયે લાલૂ પ્રસાદ યાદવના પગે પડી પ્રણામ કરતા તેના વિરોધીઓએ તેના પર જબરદસ્ત વાકબાણ છોડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાલૂ પ્રસાદ યોદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ કન્હૈયા કુમારને ટિકિટ આપવા માટે રાજી છે, અને કોંગ્રેસ સાથે વાતચીત બાદ બેગૂસરાય બેઠકથી કન્હૈયા કુમારને મોકો આપવામાં આવી રહ્યો છે.

રાજદ સાથે જોડાયેલા સૂત્રોએ એવા સંકેત આપ્યા છે કે, કન્હૈયા સીપીએમના અધિકારિક ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે, પરંતુ તેને મહાગઠબંધનનો સામાન્ય ઉમેદવાર જાહેર કરવામાં આવશે. જેએનયૂમાં થયેલા પ્રકરણથી ચર્ચામાં આવેલો કન્હૈયા મૂળ રીતે બેગૂસરાય જીલ્લાના બરૌની બ્લોકમાં બીહટ પંચાયતનો રહેવાસી છે.

તેની મા મીના દેવી એક આંગણવાડી સેવિકા છે, અને પિતા જયશંકર સિંહ અહીં જ એક ખેડૂત છે. બેગૂસરાય લોકસભા બેઠક પર હાલામં બીજેપીના ભોલાસિંહ સાંસદ છે, જેમનું 2019માં ચૂંટણી લડવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. અહીં ગત ચૂંટણીમાં બીજેપીના ભોલા સિંહે રાજદના ઉમેદવાર તનવીર હસનને હરાવ્યા હતા.

કન્હૈયાનું આ બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેની ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. વામપંથીઓના ગઢ માનવામાં આવતી આ બેઠક પરથી મહાગઠબંધન કન્હૈયાને મોકો આપે છે તો, નિશ્ચિત રીતે આ બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ રહેશે.
First published:

Tags: Patna, કન્હૈયા કુમાર, બિહાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો