Home /News /national-international /

ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં પૂર્વ MLAએ ઉપાડ્યા હથિયાર, આપી ધમકી

ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં પૂર્વ MLAએ ઉપાડ્યા હથિયાર, આપી ધમકી

    લોકસભા ચૂંટણી 2019ના પરિણામના એક દિવસ પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે. રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા દ્વારા સંઘર્ષની વાત કહેવામાં આવ્યા બાદ તેમના સમર્થનમાં એક નેતાએ હથિયાર ઉપાડ્યા છે. ભભુઆના પૂર્વ ધારાસભ્ય અને હાલ બક્સર લોકસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા રામચંદ્ર યાદવે પ્રસકોન્ફરન્સમાં હથિયાર દેખાડ્યા હતા.

    હથિયાર દેખાડી યાદવે કહ્યું કે અમે લોકોતંત્રને બચાવવા માટે ગોળી ચલાવવા માટે પણ તૈયાર છીએ, અમને બસ મહાગઠબંધનના નેતા આદેશ આપે. ઉલ્લેખનીય છે કે ઉપેન્દ્ર કુશવાહાએ મંગળવારે પટનામાં લોકોને હિંસક અપીલ કરી હતી. તેઓએ એક્ઝિટ પોલને નકારતા કહ્યું કે પહેલા બૂથ લૂટ અને હવે રિઝલ્ટ લૂટની તૈયારી ચાલી રહી છે. જો રિઝલ્ટ લૂટની ઘટના બની તો મહાગઠબંધનના નેતાઓને આગ્રહ છે કે હથિયાર પણ ઉપાડવા પડે તો ઉપાડી લો, રસ્તા પર લોહીની નદીઓ વહેડાવી દો.

    અહીં ક્લિક કરી વાંચોઃ ઇંગ્લેન્ડની ટીમે 2019ની કિટ જાહેર કરી, 27 વર્ષ જૂનો દાવ ખેલ્યો

    જેડીયુએ પલટવાર કરતાં કહ્યું કે અમે બંગડીઓ નથી પહેરી, તો રામવિલાસ પાસવાને પણ કહ્યું કે અમે પણ અમારા કાર્યકર્તાઓને કહ્યું છે કે ડિફેન્સીવ થવાની જરૂ નથી. લોકતંત્ર નબળું કરવાનો કોઇપણ પ્રયાસ કરશે તેની સામે લડવાની જરૂર છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Lok sabha election 2019, Patna, ઉપેન્દ્ર કુશવાહ, ધારાસભ્ય, બિહાર, સપોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन