Home /News /national-international /

જેલમાં મોકલનાર વ્યક્તિને જ લાલૂએ બનાવ્યો પાર્ટીનો રાષ્ટ્રીય ઉપપ્રમુખ, આવી છે સ્ટોરી

જેલમાં મોકલનાર વ્યક્તિને જ લાલૂએ બનાવ્યો પાર્ટીનો રાષ્ટ્રીય ઉપપ્રમુખ, આવી છે સ્ટોરી

રાંચીની CBI અદાલતમાં ઘાસચારા કૌભાંડ પર શનિવારે નિર્ણય આવ્યો છે. આ નિર્ણયમાં લાલૂ દોષિત સાબિત થયા છે, જેથી તેમને હવે સજા સંભળાવવામાં આવશે. આ પહેલા એક વાત પર નજર મારી લઈએ કે, લાલૂને જેલમાં મોકલવામાં સૌથી મોટું ભાગ કોને ભજવ્યું છે.

લાલૂ પ્રસાદને જેલમાં મોકલવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા બીજા કોઈએ નહી પરંતુ તેમની જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવાનંદ તિવારીએ ભજવી છે. જોકે, આજની તારીખમાં શિવાનંદ તિવારી લાલૂ પ્રસાદ યાદવના સૌથી વિશ્વાસુ વ્યક્તિઓમાંથી એક છે.

વર્ષ 1996માં શિવાનંદ તિવારી, સરયૂ રાય અને સુશીલ કુમાર મોદીએ પહેલી વખત ઘાસચારા કૌંભાડને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી, જ્યારે બાદ લાલૂ પ્રસાદને 1997માં જેલ જવું પડ્યું હતું. આ કેસમાં ત્યારે રવિશંકર પ્રસાદ વકિલ હતા.

શિવાનંદ તિવારીએ ઈટીવી સાથે વાતચીત કરતાં કહ્યું કે, ઘાસચારા કૌંભાડના ખુલાસાઓમાં મારી ભૂમિકા મહત્વપૂર્ણ હતી. પરંતુ લાલૂ પ્રસાદની તે મહાનતા છે, કે બધી જ કડવી વાતોને ભૂલાવીને તેમને મને પાર્ટીનો રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવ્યો છે.

તિવારીએ કહ્યું કે,ચારા કોંભાડ મામલે જે વ્યક્તિ પિટિશન ફાઈલ કરે છે. લાલૂ પ્રસાદ સાથે લડાઈ લડે છે અને તેમને જેલમાં મોકલવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, તે લાલૂ પ્રસાદની પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તો તમે આનાથી અંદાજો લગાવી શકો છો કે, લાલૂ પ્રસાદનું વ્યક્તિત્વ શું છે?



તિવારીએ કહ્યું કે, જે વ્યક્તિએ લાલૂને જેલમાં મોકલવાની ભૂમિકા ભજવી તે વ્યક્તિ આજે તેમનો સૌથી વિશ્વાસુ છે. તે વાત પરથી તમે અંદાજો લગાવી શકો છો કે, લાલૂ પ્રસાદનું દિલ કેટલું મોટું છે અને તેઓ કેવા મિજાજના વ્યક્તિ છે.

રાજદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે આગળ કહ્યું કે, મે નીતીશ કુમારને લાલૂ પ્રસાદથી વધારે મદદ કરી, પરંતુ તેમને મને એટલા માટે પાર્ટીમાંથી નિકાળી દિધો કે રાજગીર શિબિરમાં મે નરેન્દ્ર મોદી વિશે સાચી વાત કહી હતી. લાલૂ અને નીતીશ કુમારના વ્યક્તિત્વમાં જમીન આસમાનનો અંતર છે.

શિવાનંદ તિવારીએ કહ્યું કે, બિહાર અને દેશના સામાજિક આંદોલનના ઈતિહાસમાં લાલૂ પ્રસાદનું ઉલ્લેખ હંમેશા થશે. લાલૂ પ્રસાદે બિહારના સમાજ અને રાજનીતિને પૂરી રીતે બદલી નાંખી છે. તેમના સંઘર્ષનું પરિણાણ છે કે આજે તમામ રાજકિય પાર્ટીમાં નંબર વન નેતા પછાત અને વંચિત સમાજમાંથી છે.

બિહારમાં યાદવ મોટી અને મજબૂત જાતિ છે પરંતુ અપર કાસ્ટના બૂથ પર વોટ નાંખવાની હિમ્મત ન હતી. અપર કાસ્ટના બૂથ પર જવાનું કોઈ સહાસ કરવાની કોઈમાં હિમ્મત નહતી. 1990 બાદ પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું હતું. આ પરિવર્તનના કારણે જ કેસ અને કોર્ટના રૂપમાં જાતિ વ્યવસ્થાની રમત રમાઈ ગઈ હતી. જોકે, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ લાલૂ પાછી પાની કરે તેવા રાજનેતા નથી. અપર કાસ્ટને આડકતરી રીતે નિશાન બનાવતા શિવાનંદે કહ્યું કે, લાલૂ પ્રસાદે વર્ષોથી ચાલ્યા આવતા એક વર્ચસ્વને તોડ્યું અને જેના કારણે આજે તેમને સજા લાલૂ પ્રસાદ યાદવને ભોગવવી પડી રહી છે.

શિવાનંદ તિવારી રાબડી દેવી સરકારમાં મત્રી અને લોકસભા ઈલેક્શન પણ જીત્યા અને કેટલાક મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી.
First published:

Tags: Lalu prasad, Patna fodder scam, Shivanand tiwari

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन