Home /News /national-international /ટ્રેન ટુ બિહાર: આ દિવાળી કે છઠ્ઠ નથી, ગુજરાતીઓનાં ડરથી ભાગી રહેલી ભીડ છે સાહેબ

ટ્રેન ટુ બિહાર: આ દિવાળી કે છઠ્ઠ નથી, ગુજરાતીઓનાં ડરથી ભાગી રહેલી ભીડ છે સાહેબ

ગુજરાતથી પોતાના વતનમાં પાછા ફરી રહેલા લોકો

તમે પાછા ગુજરાત જશો, આ પ્રશ્ન પુછવા પર અહીંથી પાછા ફરી રહેલા બિહારી લોકોએ જે કહ્યું, તે સાચે એક મોટો પ્રશ્ન હતો... તેમનો જવાબ હતો - ઘરમાં જો રોટી મળતી તો અમે થોડા બીજા રાજ્યમાં જતા, પાપી પેટનો સવાલ છે, નહીં તો ઘર કોને ના ગમે.

'હમ ભાઈ લોગ તો હર જગહ પિટ જાતે હૈ ન સર'... આટલું કહેતા-કહેતા ગુડ્ડુ રોઈ પડ્યો. તેણે માર ખાધો એટલા માટે, કારણ કે તે બિહારી છે, પરંતુ તેના ચહેરા પર દેખાઈ રહ્યું હતું દર્દ અને ડર હવે ધીરે-ધીરે તે ઓછો થઈ રહ્યો હતો, કારણ કે, તે ગુજરાતના જીવલેણ માહોલમાંથી નીકળીને પોતાના ઘરે અને બિહાર પહોંચી ગયો છે. ગુજરાતથી આવતી ટ્રેન અમદાવાદ-ગોરખપુર-પટનામાં સફર કરી રહેલા યાત્રીઓના ચહેરા પર થાકથી વધારે ડરનો ખોફ દેખાઈ રહ્યો હતો.

જ્યારે અમે તેમની આપવીતીને જાણવા આ ટ્રેનમાં સવાર થયા, તો કેટલાએ કિસ્સા સામે આવ્યા. ગુડ્ડુને બિહારી ભૈયા કહીને મારવામાં આવ્યો, તો અમિત પોતાની જાતને ફેક્ટરીમાં કેદ કરીને બચી ગયો. ગુજરાતમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ બિહારના લોકોની ઘર વાપસી કેટલી હદ સુધી ચાલુ છે, તેનો અંદાજો અહીંથી આવતી ટ્રોનથી ખબર પડી જાય છે. સ્લીપર ક્લાસની ટિકિટ પર યાત્રા કરનારા છ લોકો હોય અથવા પછી ટ્રેનના જનરલ કોચના ટોયલેટમાં ઉભા રહીને યાત્રા કરનારા લોકો હોય, દરેકની જીભ પર એક જ વાત છે - જાન બચી તો લાખો પાએ.

ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં 28 સપ્ટેમ્બરે 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ ભડકેલી હિંસા અને ઉપદ્રવની આંચ હવે રાજધાની અમદાવાદ સહિત રાજ્યના અલગ-અલગ વિસ્તાર સુધી પહોંચી ચુકી છે, જેથી લોકો ત્યાંથી પલાયન થવા મજબૂર બન્યા છે. 50 કિમી અને એક કલાકના સફરમાં અમે સ્લીપર ક્લાસથી લઈ જનરલ ક્લાસના ડબ્બામાં સફર કરી રહેલા લોકો સાથે ગુજરાતની સ્થિતિને જાણી, તો પટના સ્ટેશન પર આવા ડબ્બામાંથી નીકળનારા કેટલાક પરિવાર પણ આ ભીડને દિવાળી-છઠની ભીડના બદલે ગુજરાતીઓના ખૌફની ભીડ બતાવતા જોવા મળ્યા.

બાળકી સાથે થયેલી દુષ્કર્મના ઘટના બાદ ગુજરાતથી હિંદી ભાષી રાજ્યો, ખાસકરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર હુમલા બાદ ઘર વાપસી ચાલુ જ છે. દિવાળી અને છઠ માટે બે મહિના પહેલા ટિકિટ બુક કરાવી ચુકેલા લોકો પોતાના પરિવારને લઈ, તહેવાર પહેલા જ ઘરે પાછા ફરી રહ્યા છે, કારણ કે, કોઈ વિસ્તારમાં તોફાની તત્વોએ 15 ઓક્ટોબર, તો કોઈ વિસ્તારમાં 12 ઓક્ટોબર સુધીનો ટાઈમ આપ્યો હતો. ભય અને ડર એટલા માટે બે-ઘણો થઈ રહ્યો છે, કારણ કે, હવે સમય આપનારા લોકોમાં તેમના મકાન માલિક પણ છે, જે મકાનના નાના રૂમ માટે બિહારી ભૈયા પાસે મુંહ માંઘી રકમ માંગી રહ્યા છે.

તમે પાછા ગુજરાત જશો, આ પ્રશ્ન પુછવા પર અહીંથી પાછા ફરી રહેલા બિહારી લોકોએ જે કહ્યું, તે સાચે એક મોટો પ્રશ્ન હતો... તેમનો જવાબ હતો - ઘરમાં જો રોટી મળતી તો અમે થોડા બીજા રાજ્યમાં જતા, પાપી પેટનો સવાલ છે, નહીં તો ઘર કોને ના ગમે. કેટલાક લોકોને પાછા ગુજરાત જવાનો ભરોસો છે, તો કેટલાક લોકોએ માર ખાધા બાદ ગુજરાત પાછા નહી જવાની કસમ ખાઈ લીધી છે.
First published:

Tags: Families, Patna, બિહાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો