આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદની મુશ્કેલીઓ એકવાર ફરીથી વધારો થયો છે. આજે પટના ED દ્વારા લાલુ પ્રસાદની વધુ એક મિલકતને સીલ કરી દેવામાં આવી છે. દાનાપુરમાં લાલુ પ્રસાદના એક અંડર કન્સ્ટ્રક્શન મોલને ઈડીએ સીલ કરી દીધો છે. ઈડીના અધિકારીઓ દ્વારા મોલને તાલાબંધી કરી સીલ કરી દેવાયો છે. લાલુના આ મોલ વિશનો ખુલાસો ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સુશીલ મોદી કર્યો હતો.
કોર્ટના આદેશના આધારે ઈડીએ લાલુના મોલને સીલ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 750 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ મોલ બિહારનો સૌથી મોટો મોલ છે. મોલની જમીન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને તેમના બંને પુત્રો તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવના નામે છે.
સુશીલ મોદીએ આરોપ લગાવ્યો હતો કે આ મોલનું નિર્માણ SEIAOની જાણ વગર શરૂ કરી દેવાયું હતું. વધુમાં તેમણે જણાવતા કહ્યું કે લાલુ પ્રસાદે તેમના પુત્રની પોસ્ટનો લાભ ઉઠાવીને આ મોલનું ગેરકાયદેસર રીતે કાર્ય શરૂ કરાવ્યું હતું. આ મોલની રેતીને પટના બર્ડ હાઉસને 90 લાખમાં વેચી દીધી હતી. આ વિશે ઈડીએ તેજસ્વી યાદવ અને રાબડી દેવીની પુછપરછ હાથ ધરી હતી.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર