દલિત એક્ટ પર BJPની મુશ્કેલી વધી, લોજપા બાદ JDU પણ નારાજ

 • Share this:

  • આલોક કુમાર


  જનતા દળે (યૂનાઈટેડ) દલિત એક્ટની કડક જોગવાઈને અધ્યાદેશ દ્વારા પુન:સ્થાપિત કરવાની લોજપાની માંગનું સમર્થન કર્યું છે. આ સાથે જ આ મામલા પર ચૂકાદો આપનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે ગોયલને રિટાયરમેંટના 48 કલાકની અંદર નેશનલ ગ્રીન ટ્રાઈબ્યૂનલના ચેરમેન બનાવવાના નિર્ણય પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે.

  આ પહેલા લોજપા નેતા અને કોંગ્રેસ મંત્રી રામવિલાસ પાસવાન અને તેમના સાંસદ પૂત્ર ચિરાગ પાસવાને શુક્રવારે મોદી સરકારને 9 ઓગષ્ટ પહેલા એકે ગોયલને એનજીટીના ચેરમેન પદથી હટાવવાની અને એસી-એસટી પર અધ્યાદેશ લાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જસ્ટિસ એકે ગોયલ સુપ્રીમ કોર્ટની એ બેંચમાં શામેલ હતા, જેણે 20 માર્ચે દલિત ઉત્પીડન કાયદામાં બિનજામીનની જોગવાઈને ખતમ કરવાનો ચૂકાદો આપ્યો હતો.

  દલિત વોટબેંકને ધ્યાનમાં રાખી એનડીએની અંદર ભાજપના સહયોગી દળ પણ આ મામલા પર એક દેખાઈ રહ્યા છે. જેડીયૂ મહાસચિવ કેસી ત્યાગીએ શનિવારે ન્યૂઝ18 સાથે વાતચીતમાં કહ્યું કે, જ્યારે વીપી સિંહની આગેવાનીમાં લાલૂજી, રામવિલાસ પાસવાન બધા સાથે હતા, ત્યારે દલિત હિતોની રક્ષા માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. તો હવે આજે તેમાં કોઈ પણ છેડછાડ કરે છે તો, તેનો વિરોધ થવો સ્વાભાવિક છે.
  Published by:kiran mehta
  First published: