બહુજન આબાદ પાર્ટી બનાવનાર IITians બોલ્યા, પહેલા 'આપ'ના ફાઉન્ડર્સ મેંબર હતા

News18 Gujarati
Updated: April 23, 2018, 4:02 PM IST
બહુજન આબાદ પાર્ટી બનાવનાર IITians બોલ્યા, પહેલા 'આપ'ના ફાઉન્ડર્સ મેંબર હતા

  • Share this:
આઈઆઈટીના પૂર્વ 50 સ્ટૂડન્ટે સમાજના પછાત વર્ગો માટે નોકરી અને બિઝનેસ છોડી બહુજન આબાદ પાર્ટી બનાવી છે. આ નવી પાર્ટીને લઈ ચર્ચાઓ અત્યારે જોર પર છે. આ પાર્ટીનું હેડક્વાર્ટર હાલમાં બિહારના સીતામઢીના રીગામાં બનાવવામાં આવ્યું છે.

પાર્ટીના સભ્ય વિક્રાંત વત્સલનું કહેવું છે કે, અમારા લોકોનો ઈરાદો બહુજન સમાજને હકલ અપાવવાનો છે. અમે લોકો સમાજના 85 ટકા લોકો માટે કામ કરી રહ્યા છીએ અને 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી લડી સ્થિતિને બદલીશું. આ પાર્ટીના તમામ સભ્યો દલિત અને પછાતવર્ગ સાથે જોડાયેલા છે.

વિક્રાંત વત્સલે કહ્યું કે, રાજનીતિના ક્ષેત્રમાં અમે લોકો નવા શીખાઉ નથી. અમે લોકો આમઆદમી પાર્ટીના ફાઉન્ડર મેંબર રહી ચુક્યા છીએ, અને જેલ પણ જઈને આવ્યા છીએ. પાર્ટી માટે આઈટી સેલ અને મીડિયા વિભાગમાં ખુબ કામ કર્યું છે. પર્દા પાછળ રહી અમે ચૂંટણી હેંડલ કરી ચુક્યા છીએ.

વિક્રાંત વત્સલ કહે છે કે, આમ આદમી પાર્ટી પોતાના મકસદથી ભટકી ગઈ છે. અમે લોકો બહુજન સમાજના મુદ્દાઓને લઈ આગળ વધી રહ્યા છીએ. અને અમારો ઈરાદો આ સમાજના ઉત્થાન માટે છે.

વિક્રાંતે કહ્યું કે, આઈઆઈટીના 50 પૂર્વ વિદ્યાર્થીઓઓએ કામ શરૂ કરી દીધુ છે. આ સિવાય 100થી વધારે લોકો નોકરી સાથે પાર્ટી માટે કામ કરી રહ્યા છે. મે પોતે 100 કરોડથી વધારે ટર્ન ઓવરવાળી કંપની નાના ભાઈને સોંપી દીધી અને પાર્ટી માટે કામ કરવા જોડાઈ ગયો.

તેણે કહ્યું કે, અમે લોકો 2020માં બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારી કરી રહ્યા છીએ. જોકે, 2019 લોકસભા ચૂંટણી લડવાનું પણ દબાણ વધી રહ્યું છે, પરંતુ મને લાગે છે કે, આના માટે અમે લોકો હજુ તૈયાર નથી. આ પાર્ટીમાં શામેલ કેટલાક લોકો પોતાનું સ્ટાર્ટ-અપ ચલાવી રહ્યા છે, તો કેટલાક સારી કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. તમામ લોકોનું સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીને લઈ આઈઆઈટીના વિદ્યાર્થીઓ ઈમોર્શનલ થઈ ગયા હતા અને દિવસ રાત એક કરી પાર્ટી માટે કામ કર્યું હતું, પરંતુ આજે પાર્ટી પોતાના રસ્તા પરથી ભટકી ગઈ છે.આ જે એક્ટિવ
પાર્ટીના એક્ટિવ સભ્યોમાં વિક્રાંત વત્સલ, વિદ્રોહી નવીન, સરકાર અખિલેશ, અજિતકુમાર, સંપત કુમાર બનૌત, સુમિત કુમારનું નામ શામેલ છે. બાકી લોકોનું નામ રણનીતિ હેઠળ હજુ જાહેર નથી કરવામાં આવ્યું.

કરપ્શન કરતા મોટો મુદ્દો સોશ્યલ જસ્ટિસ
વિક્રાંત વત્સલનું કહેવું છે કે, બિહાર જેવા રાજ્યમાં કરપ્શનથી વધારે મુદ્દો સામાજિક ન્યાયનો છે. બહુજન સમાજના લોકો લાંચ ત્યારે જ આપશે, જ્યારે તેમની પાસે પૈસા હશે. સરકારી સ્કૂલોમાં બહુજન સમાજના સૌથી વધારે સ્ટુડન્ટ છે, પરંતુ અહીંની હાલતસ ખરાબ છે. સરકાર આ મુદ્દે ધ્યાન નથી આપી રહી.
First published: April 23, 2018, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading