મંત્રી બોલ્યા- જો બે બાળકો ભૂખથી મર્યા તો પરિવારના બીજા લોકોના મોત કેમ ના થયા

ન્યૂઝ18

 • Share this:
  બિહારના બક્સરમાં બે બાળકોની "ભૂખથી મોત"ના સમાચાર પછી ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમારે અજીબો ગરીબ અને માનવતા લજવાય તેવું નિવેદન આપ્યું છે. ન્યૂઝ18 સાથે વાત કરતાં શ્રવણ કુમારે કહ્યું કે, જો બે બાળકોની મોત ભૂખથી થઈ છે તો આ આંકડો 20 પણ થઈ શકતો હતો. તેમને કહ્યું કે, પરિવારના બીજા લોકોના મોત પણ ભૂખથી થતાં, મે સ્થાનિક બ્લોક ડેવલપેમેન્ટ ઓફિસર સાથે વાત કરી છે તેમની પાસે મેડિકલ રિપોર્ટ છે, બાળકોના મોત ભૂખથી થયા નથી.

  આ મામલો બક્સર જિલ્લાના કોરાનસરાયનો છે. મૃતક બાળકોની માં ધન્ના દેવીનું કહેવું છે કે, બંનેની મોત ભૂખથી થઈ છે. બે મહિના પહેલા તેના પતિને ચક્કાજામ કરવાના આરોપ પર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો, ત્યાર પછી ઘરની હાલત ખરાબ થઈ ગઈ હતી. પતિના જેલ ગયા પછી ઘરના બાળકોને ખવડાવવા માટે કંઈ જ ના વધ્યું અને આ કારણે બે વર્ષિય પુત્ર ગોવિંદ અને પાંચ વર્ષની એશ્વર્યાનું મોત થઈ ગયું.

  ધન્ના દેવીએ કહ્યું કે, તેનો પતિ મજૂરી કરીને ઘરનું ભરણપોષણ કરતો હતો. તેને પોતાના બે જીવિત બાળકોની મદદ માટે સરકાર પાસે પોકાર લગાવી છે. બંને જીવિત બાળકોની ઉંમર 10 વર્ષ છે.

  સમાચાર મળ્યા પછી ડૂમરાંવના એસડીઓ હરેન્દ્ર રામ અને સર્કિલ ઓફિસરે મંગળવારે ગામની મુલાકાત લીધી. એસડીઓ હરેન્દ્ર રામનું કહેવું છે કે, બંને બાળકો કોઈ બિમારીથી પીડિત હતા અને તેમના પાસે પરિવાર ડોક્ટરને મળ્યા હોવાના પુરાવા પણ છે. હરેન્દ્ર રામનું કહેવું છે કે, કોઈ સ્થાનિય વ્યક્તિના કહેવાથી મહિલા બાળકોની મોતનું કારણ ભૂખ બતાવી રહી છે.

  તો બીજી બાજુ જેડીયૂના સ્થાનિક ધારાસભ્ય દદન પહેલવાને ન્યૂઝ18 સાથે વાત કરતાં કહ્યું કે, તેઓ બુધવારે પરિવારને મળવા જશે અને સ્થિતિ વિશે વાત કરશે. તેમને દાવો કર્યો છે કે, નીતિશ રાજમાં ગરીબોને ખવડાવવા માટે અનાજની કોઈ જ ખોટ નથી.

  મામલો બહાર આવતો જોઈને વિસ્તારની પીડીએસ ડીલરે ઉતાવળમાં 20 કિલો ચાવળ અને 20 કિલો ઘઉં પીડિત પરિવારના ઘરે મોકલાવ્યા પરંતુ ત્યાર સુધી ઘણું મોડૂ થઈ ગયું હતુ અને બંને બાળકોના મોત થઈ ચૂક્યા હતા. મામલાની જાણકારી મળી તો તપાસ શરૂ થઈ ગઈ છે. મેનેજમેન્ટ અધિકારીઓનું કહેવું છે કે, બાળકોની મોત ભૂખથી નહી કોઈ બિમારીથી થઈ છે.
  Published by:Mujahid Tunvar
  First published: