Home /News /national-international /

પપ્પુ યાદવ સાથેની મુલાકાત બાદ ભક્ત ચરણ દાસની મોટી જાહેરાત- બિહારમાં મહાગઠબંધન થયું પૂર્ણ

પપ્પુ યાદવ સાથેની મુલાકાત બાદ ભક્ત ચરણ દાસની મોટી જાહેરાત- બિહારમાં મહાગઠબંધન થયું પૂર્ણ

બિહારમાં મહાગઠબંધન થયું પૂર્ણ

Rjd- Congress Alliance Broken In Bihar: બિહારના કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસે જાહેરાત કરી કે, કોંગ્રેસ હવે બિહારમાં મહાગઠબંધનનો ભાગ નથી.

  પટના. હાલ બિહારના રાજકીય કોરિડોરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહાગઠબંધન તૂટવાની અટકળો વચ્ચે બિહારના કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસે જાહેરાત કરી છે કે, કોંગ્રેસ હવે બિહારમાં મહાગઠબંધનનો ભાગ નથી. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બિહારની તમામ 40 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. આ સમાચાર આવતા જ ન્યૂઝ 18ના સંવાદદાતાએ પુષ્ટિ કરવા માટે ભક્ત ચરણ દાસ સાથે વાતચીત કરી હતી કે તમે જે કહી રહ્યા છો તેના પર તમે પર કાયમ છો કે નહીં, તેમણે ન્યૂઝ 18ને સ્પષ્ટપણે કહ્યું કે, બિહારમાં મહાગઠબંધન આજથી સમાપ્ત થઈ ગયું છે. સ્વાભાવિક છે કે, બિહારના રાજકારણની દ્રષ્ટિએ આ એક મોટા સમાચાર છે કારણ કે કોંગ્રેસ અને આરજેડી લગભગ ત્રણ દાયકાથી સાથે છે. જો કે, ત્યાં એક-બે એવા બનાવો સામે આવ્યા હતા જ્યારે કોંગ્રેસ-આરજેડીના રસ્તાઓ અલગ થઈ ગયા હતા.

  આ પણ વાંચો-PM Modi address to nation : PM મોદીનું દેશને સંબોધન, કહ્યું- 100 કરોડ વેક્સિનેશન નવા ભારતની શરૂઆત

  આ દરમિયાન જાપ પ્રમુખ પપ્પુ યાદવે પણ પેટાચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપવાની વાત કરી છે. જે બાદ ભક્ત ચરણ દાસે કહ્યું કે, પપ્પુ યાદવના સમર્થનથી ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂતી મળશે. પટનામાં પપ્પુ યાદવ અને ભક્ત ચરણ દાસની બેઠક બાદ આ વાત સામે આવી રહી છે, હવે પપ્પુ યાદવનો પક્ષ જાપ જલ્દી જ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ વખતે પેટા ચૂંટણીમાં પપ્પુ યાદવ કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપતા જોવા મળશે.

  તે જ સમયે, અગાઉ કોંગ્રેસના નેતા કન્હૈયા કુમાર અને હાર્દિકની બિહાર મુલાકાત દરમિયાન, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ભક્ત ચરણ દાસે પટના પહોંચતાની સાથે જ એક મોટું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, મહાગઠબંધન તોડવાની માત્ર ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. પટના એરપોર્ટ પર મીડિયાકર્મીઓ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમે ચૂંટણીઓ જોરશોરોથી લડી રહ્યા છીએ અને અમારી તાકાત પર લડી રહ્યા છીએ. કોંગ્રેસના પ્રભારીએ કહ્યું કે, 2024 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ બિહારની તમામ 40 સંસદીય બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે. કોંગ્રેસના પ્રભારીએ સ્પષ્ટ કર્યું કે, આરજેડીએ મહાગઠબંધન ધર્મનું પાલન કર્યું નથી, તેથી જ અમે પેટાચૂંટણીમાં સંપૂર્ણ તાકાતથી લડી રહ્યા છીએ. અમારા બધા નેતાઓ બિહાર પહોંચી ગયા છે અને ઉગ્ર પ્રચાર કરી રહ્યા છે.

  આ પણ વાંચો-Amit Shah Birthday Spl: ક્રિકેટનાં શોખીન અમિત શાહની જાણો કઇ છે ફેવરેઇટ ડિશ

  તે જ સમયે, કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસે આરજેડી સાંસદ મનોજ ઝાએ કોંગ્રેસીઓને સંઘીઓ કહેવાના નિવેદન પર કહ્યું કે, અમને ખબર નથી કે તેમણે શું કહ્યું. અમે માત્ર એટલું જ જાણીએ છીએ કે અમે ગઠબંધન તોડ્યું નથી. કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસે તો ત્યાં સુધી કહ્યું કે, પેટાચૂંટણી પછી આરજેડી ભાજપમાં જોડાશે. આ પછી, આરજેડીના પ્રવક્તા મનોજ ઝાએ કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસને સંઘી ગણાવ્યા હતા. સ્વાભાવિક છે કે, બે કથિત ભાજપ વિરોધી પક્ષો વચ્ચેની લડાઈ હવે એ સ્તરે પહોંચી ગઈ છે કે બંને પક્ષો એકબીજાને ભાજપના સહયોગી તરીકે સાબિત કરવા પર મંડ્યા છે.

  આપને જણાવી દઈએ કે બિહારમાં બે વિધાનસભા બેઠકો (તારાપુર અને કુશેશ્વરસ્થાન) માં યોજાનારી પેટાચૂંટણીઓએ મહાગઠબંધનની એકતાના તમામ વચનોને હવામાં ફેંકી દીધા છે. જ્યારે પહેલા આરજેડીએ બંને જગ્યાએથી પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, ત્યાં જ બાદમાં કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પેટાચૂંટણીમાં બંને પક્ષોના ઉમેદવારો બાદ નિવેદનોનો રાઉન્ડ ચાલવા લાગ્યો અને બંને પક્ષોના નેતાઓના નિવેદનોથી એવું લાગી રહ્યું છે કે બંને વચ્ચે ગઠબંધન પણ છે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published:

  Tags: Bihar News, Bihar politics, Mahagathbandhan, આરજેડી`, કોંગ્રેસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन