શાહ-નીતિશની મુલાકાત પર ટકી છે બધાની નજર, આ છે પૂરો કાર્યક્રમ

 • Share this:
  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને જેડીયૂ અધ્યક્ષ નીતિશકુમાર વચ્ચે ગુરૂવારે યોજાનાર મુલાકાત પર બધાની નજર ટેકેલી છે. સંભાવના છે કે, એનડીએ નેતાઓ વચ્ચે આ બેઠકમાં 2019ની લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પર સહમતિ બની જશે.

  બંને નેતા રાજ્યના અતિથિ ગૃહમાં સવારના નાસ્તા પર મળશે, અને પછી તે રાત્રીના ભોજન સમયે મુખ્યમંત્રી આવાસમાં પણ ફરી મુલાકાત કરશે. ભાજપા અને જેડીયૂના સૂત્રોનું કહેવું છે કે, સીટોની વહેંચણી પર ભલે વિસ્તૃત ચર્ચા ન થાય, પરંતુ આશા છે કે, શાહ અને નીતિશકુમાર વચ્ચે આ સંબંધમાં મોટી-મોટી સહમતી થઈ શકે છે.

  અમિત શાહ ગુરૂવારે એક દિવસની યાત્રા પર પટના પહોંચ્યા છે. ચાર વર્ષ અલગ રહ્યા બાદ જેડીયૂની એનડીએમાં વાપસી બાદ શાહની આ પહેલી બિહાર યાત્રા છે. આ બેઠકમાં ભાજપાના બિહાર પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ઉપમુખ્યમંત્રી સુશિલકુમાર મોદી અને રવિશંકર પ્રસાદ સહિત રાજ્યના તમામ કેન્દ્રીય મંત્રી પણ હાજર રહેશે. પરંતુ તમામ લોકોની નજર શાહ અને નીતિશકુમારની બેઠક પર જરૂર રહેશે.

  આ છે આજનો કાર્યક્રમ
  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે સવારે 10 કલાકે પહોંચ્યા પટના
  રાંચીથી ચાર્ટડ પ્લેનમાં સવારે 10 કલાકે પહોંચ્યા પટના
  એરપોર્ટથી સીધા જશે રાજકીય અતિથિગૃહ
  સ્ટેટ ગેસ્ટ હાઉસમાં મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે કરશે નાસ્તો
  11 કલાકે પટનાના જ્ઞાન ભવન જવા અમિત શાહ થશે રવાના
  11.30 કલાકે વિસ્તારકો સાથે કરશે બેઠક
  11.45 થી 12.45 સુધી સોશિયલ મીડિયા અને આઈટી સેલ સાથે બેઠક કરશે
  બપોરે 2.30 કલાકે બાપૂ સભાગારમાં પ્રદેશ પદાધિકારી, જિલ્લા અધ્યક્ષ, મંડળ અધ્યક્ષ મોર્ચા, પ્રકલ્પ, જીલ્લા મંડળ પ્રભારીઓ સાથે બેઠક કરશે.
  3.45 બાપૂ સભાગારથી રાજકીય અતિથિશાળા માટે જવા રવાના થશે
  રસ્તામાં ભાજપા પ્રદેશ કાર્યાલયમાં રોકાઈ પણ શકે છે અમિત શાહ
  સાંજે 7 કલાકે અતિથિશાળાથી સીધા સીએમ આવાસ માટે રવાના થશે
  સીએમ નીતિશકુમારે અમિત શાહને ડિનર માટે આમંત્રણ આપ્યું છે
  શુક્રવારની સવારે 9 કલાકે ચાર્ટડ પ્લેનથી સીધા તેલંગણા માટે રવાના થશે અમિત શાહ
  Published by:kiran mehta
  First published: