Home /News /national-international /બિહારમાં ભાજપનાં એક કાંકરે ત્રણ નિશાન: VIPની હાર, HAMની ચુપ્પી, પાસવાને આપ્યો ભાજપનો સાથ

બિહારમાં ભાજપનાં એક કાંકરે ત્રણ નિશાન: VIPની હાર, HAMની ચુપ્પી, પાસવાને આપ્યો ભાજપનો સાથ

પ્રતિકાત્મક તસવીર

Bihar Election Politics: બિહારમાં હાલમાં વિધાનસભાની ઉપચૂંટણી અને MLC ચૂંટણી અને માહોલ ગરમાયો છે. હવે ચિરાગ પાસવાન ખુલીને BJP સાથે આવતાં નજર આવી રહ્યાં છે. તો પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની પાર્ટીનાં તેવર પણ ઠંડા પડ્યાં છે. બીજી તરફ, મુકેશ સહનીની VIPને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ જુઓ ...
પટના: MLC ચૂંટણી અંગે બિહારની રાજનીતિ ગરમ થઇ છે. આ ક્રમમાં પ્રદેશની રાજનીતિમાં બુધવારે એક સાથે ઘણાં ઉલટફેર જોવા મળ્યાં છે. એક તરફ જ્યાં મુકેશ સહાનીને ભાજપને મોટો ઝટકો આપ્યો છે તો બીજી તરફ કાલ સુધી VIPનાં સમર્થનમાં બોલનારી જીતન રામ માંઝીને હિન્દુસ્તાની આવમ મોર્ચા (HAM)એ પણ કિનારો કરી લીધો છે. તો ચિરાગ પાસવાનની રાજનીતિમાં પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ચિરાગ પાસવાના લાંબા સમય બાદ ભાજપનું ખુલીને સમર્થન કરતો જોવા મળ્યો. અત્યાર સુધીમાં ચિરાગ પાસવાન એમ કહેતો તો કે, ગત ચૂંટી સમયે જ ગઠબંધન અંગે વિચારીશું. વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણી બાદ જે પણ ઉપચૂંટણી થઇ તેમાં ચિરાગની પાર્ટી એકલાં દમ પર ચુંટણી લડતી નજર આવી. પણ હવે તસવીર બદલાયેલી નજર આવે છે.

12 એપ્રિલનાં થનારા બોચહા ઉપચુંટણીમાં ચિરાગ પાસવાને ભાજપને સમર્થન આપવાંનો નિર્ણય લીધો છે. ચિરાગ પાસવાનની પાર્ટી લોજપા (રામવિલાસ) ભાજપ ઉમેદવાર બેબી કુમારીને તેનું સમર્થન આપશે. ચિરાગની પાર્ટીને તેનાં કોઇ ઉમેદવાર ઉભા કર્યાં નથી. ભાજપનાં પક્ષમાં ચિરાગ પાસવાન પ્રચાર કરવાં જશે કે નહીં તેનાં પર પણ હજું કંઇ જ સ્પષ્ટતા નથી. લોજપા (રામવિલાસ)નાં પ્રદેશ અધ્યક્ષ રાજૂ તિવારી અને પ્રદેશ સંસદીય બોર્ડનાં અધ્યક્ષ હુલાસ પાંડેએ વિધાનસભા ચૂટંણીમાં ઉમેદવાર ઉતારવાંનાં નિર્ણય રાષ્ટ્રીય અધ્યક્ષ પર છોડી દીધો છે. પણ ચિરાગ પાસવાને ભાજપનાં સમર્થન આપવાનો નિર્ણય ક્રયો છે.

આ પણ વાંચો-યુદ્ધ દરમિયાન TikTok વીડિયો બનાવવાનો શોખ પડ્યો ભારે, સેનાઓ દેશદ્રોહના આરોપમાં કરી ધરપકડ!

એક મુલાકાતમાં બની ગઇ વાત- બીજેપી સાંસદ અજય નિષાદ નવી દિલ્હીમાં ચિરાગ પાસવાનને મળ્યા હતા અને તેમને પેટાચૂંટણીમાં ઉમેદવારો ઉભા ન કરવા વિનંતી કરી હતી. આ બંનેની બેઠકમાં નક્કી થયું કે ચિરાગ પાસવાન ભાજપને જ સમર્થન આપશે. ચિરાગ પાસવાન સાથે આવવાથી પેટાચૂંટણીમાં ભાજપને ઘણો ફાયદો મળી શકે છે. હવે મોટો સવાલ એ છે કે શું ચિરાગ પાસવાન પણ ભાજપ માટે પ્રચાર કરશે?
" isDesktop="true" id="1191949" >

HAMનાં બદલાયા સૂર- NDA ની જ ટીમની પાર્ટી HAM પાર્ટી દ્વારા આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે 3 વીઆઈપી ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં ભેળવી દીધા બાદ HAMનો સૂર અચાનક બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેનિશ રિઝવાને કહ્યું કે આ મુકેશ સાહનીની VIP પાર્ટી વચ્ચેનો મામલો છે અને ભાજપ અને NDAના અન્ય પક્ષોને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
First published:

Tags: Bochaha, HAM, Master Stroke, MLC, Patna, VIP, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો