બિહાર ચૂંટણી પરિણામ: ફરી 'ફ્લૉપ' થયા રાહુલ ગાંધી, જ્યાં ચૂંટણી સભા કરી ત્યાં 42 બેઠક પર હાર્યા

રાહુલ ગાંધી

બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં કોંગ્રેસ નેતાઓની પૂરી ટીમે રાજ્યભરમાં ચૂંટણી રેલામાં હાજર રહી હતી. પાર્ટી નેતાઓએ આ ચૂંટણીમાં 59 સભા કરી હતી. રાહુલ ગાંધી દરેક ચરણમાં બે અને ત્રીજા ચરણમાં ચાર આમ કુલ આઠ સભાઓ બિહારમાં કરી હતી.

  • Share this:
    બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election)માં હાલ મતગણતરી ચાલી રહી છે. એનડીએ અને મહાગઠબંધન (NDA And Mahagathbandhan) વચ્ચે નેક ટૂ નેક લડાઇ ચાલી રહી છે. અંતિમ પરિણામો તો હાલ થોડા સમયમાં આવી જશે પણ ફસ્ટ ફેઝના પરિણામો મુજબ મહાગઠબંધને સારું પ્રદર્શન કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ચરણમાં ગત વખતના કરતા 6 વધુની સીટો પર તેને મળી છે. જો કે એનડીએએ બીજા અને ત્રીજા ચરણમાં સારું પ્રદર્શન કર્યું છે. ત્યાં બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ફ્લોપ સાબિત થયા છે.

    જે આંકડા સામે આવ્યા છે તે મુજબ સાફ થયું છે કે 52 સીટોને પ્રભાવિત કરવા માટે જે આઠ જગ્યા પર રાહુલ ગાંધીએ રેલી કરી હતી ત્યાં મહાગઠબંધનની ખરાબ રીતે હાર થઇ છે. 52 બેઠકોમાંથી 42 બેઠકો પર મહાગઠબંધન હારતી નજરે પડી છે. અને ખાલી 10 સીટો પર જ જીત તરફ તે આગળ વધી રહી છે. ત્યાં એકવાર ફરીથી રાહુલ ગાંધી ફ્લોપ સાબિત થયા છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં કોંગ્રેસ નેતાઓની પૂરી ટીમે રાજ્યભરમાં ચૂંટણી રેલામાં હાજર રહી હતી.

    પાર્ટી નેતાઓએ આ ચૂંટણીમાં 59 સભા કરી હતી. રાહુલ ગાંધી દરેક ચરણમાં બે અને ત્રીજા ચરણમાં ચાર આમ કુલ આઠ સભાઓ બિહારમાં કરી હતી. રાહુસે પહેલા ચરણમાં હિસુઆ અને કહલગામમાં સભાઓ કરી હતી. તે પછી તેમણે કુશેશ્વરસ્થાન અને વાલ્મિકીનગર તથા ત્રીજા ચરણમાં કોઢા, કિશનગંજ, બિહારીગંજ અને અરરિયામાં સભાઓને સંબોધિત કરી હતી.

    વધુ વાંચો : 80 વર્ષના આર્ટિસ્ટને દીકરાએ ઘરથી નીકાળ્યો, રોડ પર પેન્ટિંગ વેચવા મજબૂર

    તમને જણાવી દઇએ કે ભારત નિર્વાચન આયોગે એક પ્રેસવાર્તામાં જણાવ્યું હતું કે પહેલી મતગણનામાં 25-26 રાઉન્ડ થતા હતા પણ આ વખતે તે વધીને 35 રાઉન્ટ થયા છે. માટે આ મતગણના મોડી સાંજ સુધી ચાલે રહેશે. ECએ કહ્યું કે હજી સુધી કોઇ પણ સમસ્યા વગર આ સમગ્ર પ્રોસેસ ચાલી રહી છે.

    બિહારમાં લગભગ 1 કરોડથી વધુ મતોની ગણતરી કરવામાં આવી છે. જેનો મતલબ થાય છે કે આગળ પણ મોટા ભાગની ગણતરી કરવાની છે. ચૂંટણી આયોગે સાફ કર્યું છે કે ચૂંટણી પરિણામોને લઇને કોઇ નિર્ણય લેવા હાલ જલ્દીમાં લીધેલો નિર્ણય સાબિત થઇ શકે.
    Published by:Chaitali Shukla
    First published: