સતત ચોથીવાર મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ બનાવી શકે છે નીતિશ કુમાર

નીતિશ કુમાર

આ જીત સાથે જ નીતીશ ચાર કે તેનાથી વધુ વાર મુખ્યમંત્રી બનનાર નેતાઓની ખાસ ક્લબમાં સામેલ થશે. ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક સૌથી વધુ 5 વાર સીએમ રહી ચૂક્યા છે.

 • Share this:
  બિહાર વિધાનસભાના તાજા પરિણામ જોતા તેવું લાગી રહ્યું છે કે અહીં ફરી એક વાર NDAની સરકાર બનશે. તેવામાં ફરી એકવાર નીતિશ કુમાર (Nitish Kumar)નું મુખ્યમંત્રી બનવું નક્કી છે. નીતિશ ચોથી વાર બિહારના મુખ્યમંત્રીની તરીકે શપથ લઇ શકે છે. માર્ચ 2000માં પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા પછી નીતિશ રાજ્યમાં લાંબા સમય સુધી સીએમ પદ સંભાળનાર નેતા બની જશે. 15 વર્ષ સુધી સીએમ રહેનાર નીતિશને બિહારના પહેલા મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિંહાનો રેકોર્ડ પહેલા જ તોડી લીધો છે. તે 14 વર્ષ સુધી સતત બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા.

  નીતિશે પહેલીવાર માર્ચ 2000માં 7 દિવસો માટે મુખ્યમંત્રી બન્યા હતા. તે દિવસોમાં કેન્દ્રમાં અટલ બિહારી વાજપેઇની સરકાર હતી. 324 સદસ્યી વિધાનસભામાં NDAને 151 સીટો પર જીત મળી હતી. જ્યારે લાલુ પ્રસાદ યાદવની પાર્ટીને 159 સીટો પર જીત મળી હતી. નીતિશ સીએમ તો બન્યા પણ તેમને વિશ્વાસ મત સાબિત કરતા પહેલા જ રાજીનામું આપવું પડ્યું.

  આ પછી તે 2005 થી લઇને 20 મે 2014 સુધી સતત 8 વર્ષ 177 દિવસ માટે સીએમ બન્યા. વર્ષ 2015માં તેમણે લાલુ સાથે હાથ મેળવીને ફરી સરકાર બનાવી. તે પછી ફરી એક વાર બીજેપી સાથે તેમણે હાથ મેળવ્યો. તે પછી તે સતત 5 વર્ષ સુધી સતત સીએમ બનેલા રહ્યા.

  વધુ વાંચો : બિહાર ચૂંટણી પરિણામ: ફરી 'ફ્લૉપ' થયા રાહુલ ગાંધી, જ્યાં ચૂંટણી સભા કરી ત્યાં 42 બેઠક પર હાર્યા

  આ જીત સાથે જ નીતીશ ચાર કે તેનાથી વધુ વાર મુખ્યમંત્રી બનનાર નેતાઓની ખાસ ક્લબમાં સામેલ થશે. ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક સૌથી વધુ 5 વાર સીએમ રહી ચૂક્યા છે. આ સિવાય આ ક્લબમાં પવન ચામલિંગ અને જ્યોતિ બાસુ પણ છે. બાસુ પણ 1977 થી 2000ની વચ્ચે પશ્ચિમ બંગાળના 5 વાર સીએમ રહી ચૂક્યા છે. ગેગોંગ અપાંગ 1980 થી 1999 અને 2003 થી 2007 સુધી સીએમ રહેલા છે.  જો આ વખતે નીતિશ કુમાર બિહારના સીએમ બની જાય છે તો તે સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ નહીં તોડે. આ રેકોર્ડ પર હાલ પવન ચામલિંગનું કબજો છે. જે 24 વર્ષ 5 મહિના અને 14 દિવસ સુધી સિક્કમના મુખ્યમંત્રી હતા. આ લિસ્ટમાં જ્યોતિ બસુ બીજા નંબરે છે. અને ત્રીજા નંબરે આ લિસ્ટમાં ગેગોંગ અપાંગ છે જે અરુણાચલ પ્રદેશના સીએમ રહ્યા હતા.
  Published by:Chaitali Shukla
  First published: