RJD ધારાસભ્યનો દાવો, તેજસ્વીના સંપર્કમાં છે NDAના 21 MLA

News18 Gujarati
Updated: February 12, 2018, 1:01 PM IST
RJD ધારાસભ્યનો દાવો, તેજસ્વીના સંપર્કમાં છે NDAના 21 MLA
અગામી સમયમાં જેડીયુનું નામોનિશાન નહી રહે. પાર્ટીમાં ભાગદોડ થવાની નક્કી છે....

અગામી સમયમાં જેડીયુનું નામોનિશાન નહી રહે. પાર્ટીમાં ભાગદોડ થવાની નક્કી છે....

  • Share this:
રાષ્ટ્રીય જનતા દળના પ્રવક્તા અને મનેરના ધારાસભ્ય ભાઈ વિરેન્દ્રએ દાવો કર્યો કે, એનડીએના 21થી વધારે ધારાસભ્યો તેજસ્વીના સંપર્કમાં છે અને આ તમામ ધારાસભ્યો તેજસ્વી સાથે મુલાકાત પણ કરી ચુક્યા છે. જોકે, તેમણે એ ખુલાસો નથી કર્યો કે, આ ધારાસભ્યો કયા હતા, અને તેમની મુલાકાત ક્યાં થઈ હતી.

ભાઈ વિરેન્દ્રએ કહ્યું કે, જેડીયુના ધારાસભ્ય સરફરાજ અહમદનું આરજેડીમાં જોડાવું તો એક ટ્રેલર છે, હજુ પુરી ફિલ્મ બાકી છે. તેમણે કહ્યું કે, આ તમામ ધારાસભ્ય સમય આવશે ત્યારે મીડિયા સામે આવી પોતાની વાત જરૂર રાખશે. રાજનીતિમાં સમયનું ખુબ મહત્વ છે.

તેમણે કહ્યું કે, એનડીએમાં નીતિશ કુમાર બિચારા બની ગયા છે. તે સંઘમુક્તની વાતો કરતા હતા અને હવે હાફ પેન્ટ પહેરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, આરજેડીના સંપર્કમાં એવા ધારાસભ્યો છે, જે આરજેડીના વોંચ બેંક પર ચૂંટણી જીતીને આવ્યા છે.

ભાઈ વિરેન્દ્રએ વધુમાં કહ્યું કે, અગામી સમયમાં જેડીયુનું નામોનિશાન નહી રહે. પાર્ટીમાં ભાગદોડ થવાની નક્કી છે. આરજેડીમાં તૂટ થવાની વાત નકારતા તેમણે કહ્યું કે, ્મારી પાર્ટી પૂરી રીતે ઈન્ટેક છે. પાર્ટી પુરી એકતા સાથે ઉભી છે. અમારા નેતા લાલુ પ્રસાદ છે.
First published: February 12, 2018, 1:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading