Home /News /national-international /

ગેહલોતે મારી ગુલાટી, કહ્યું - લાલુના સાથને ક્યારે નહીં ભૂલી શકે કોંગ્રેસ

ગેહલોતે મારી ગુલાટી, કહ્યું - લાલુના સાથને ક્યારે નહીં ભૂલી શકે કોંગ્રેસ

લાલુ પ્રસાદ સાથે મુલાકાત કરતા અશોક ગેહલોત

    ભારતીય કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ અશોક ગેહલોતે બિહાર ગઠબંધનને લઈ આપેલા મોટા નિવેદનથી પલટી મારી લીધી છે. અશોક ગેહલોતે રાજદ પર આપેલા પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે કહ્યું કે, મારી કહેવાની ભાવના અલગ હતી. રાજદ અને કોંગ્રેસ હંમેશા સાથે ઉભા રહેશે. લાલૂજીના સાથને કોગ્રેસ ક્યારે પણ નહીં ભૂલે. મે જે કહ્યું હતું તેનો મતલબ મજબૂરી સાથેનો ન હતો. મારી ભાવના કોંગ્રેસને મજબૂત કરવાની હતી. કોંગ્રેસ રાજ્યમાં મજબૂત થવા માંગે છે. તેનાથી લાલૂજીને પણ કોઈ વાંધો નહીં હોય.

    આ પહેલા પટના પહોંચેલા ગેહલોતે કહ્યું કે, બધાને ખબર છે કે ગઠબંધન કેમ થાય છે. આજે કોંગ્રેસ કમજોર છે જેથી આવી સ્થિતિ છે. કોંગ્રેસની આજે મજબૂરી છે કે, તેને રાજદ કે જદયૂ સાથે વાતચીત કરવી પડે છે. ગેહલોતે કહ્યું કે, રાજદ સાથે અમારે ગઠબંધન છે, અને હંમેશા રહેશે.

    તેમણે બિહારના સીએમ નીતિશકુમાર પર નિશાન સાધીને કહ્યું કે, જદયૂને એક દિવસ પછતાવો થશે. તેમણે કહ્યું કે, બધાને ખબર છે કે, નીતિશ કુમાર ભાજપા સાથે ખુશ નથી. ગઠબંધન તોડીને નીતિશકુમારે મોટી ભૂલ કરી છે. આજે તે સાંપ્રદાયિક તાકાત સાથે ઉભા છે. ગેહલોતે કાર્યકર્તાઓને કહ્યું કે, કોંગ્રેસ એકલા હાથે સરકાર રચે તેવી કોશિસ કરવાની છે. કોંગ્રેસમાં કેટલાએ નેતાની ઉંમર વધારે થઈ ગઈ છે, એવામાં કોંગ્રેસને સત્તામાં લાવવાનો સંકલ્પ લો.

    આ પહેલા તે પટના સ્થિત લાલૂ પરસાદ યાદવના આવાસ પર તેમની સાથે મુલાકાત કરવા પણ ગયા. બંધ દરવાજાની બેઠકમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ. ગેહલોતે અમિત શાહના પટના આગમનને લઈ પણ પ્રહાર કર્યા હતા. અને કહ્યું કે, અમિત શાહના સ્વાગત પાછળ કરવામાં આવેલા ખર્ચનો, ઈમાનદારીનો ઢોંગ કરતી ભાજપાએ જવાબ આપવો જોઈએ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Lalu prasad, Meets, Patna

    આગામી સમાચાર