નોટોના ઢગલામાં બેઠેલા એન્જિનિયરની ધરપકડ, ઘરેથી મળ્યાં કરોડો રૂપિયા

બિહારની રાજધાની પટનામાં વિજિલન્સની ટીમે માર્ગ નિર્માણ વિભાગના કાર્યપાલક અભિયંતા સુરેશ પ્રસાદ યાદવની 14 લાખ રૂપિયા લાંચ લેતા રંગેહાથ ધરપકડ

News18 Gujarati
Updated: June 9, 2019, 7:24 AM IST
નોટોના ઢગલામાં બેઠેલા એન્જિનિયરની ધરપકડ, ઘરેથી મળ્યાં કરોડો રૂપિયા
બિહારની રાજધાની પટનામાં વિજિલન્સની ટીમે માર્ગ નિર્માણ વિભાગના કાર્યપાલક અભિયંતા સુરેશ પ્રસાદ યાદવની 14 લાખ રૂપિયા લાંચ લેતા રંગેહાથ ધરપકડ
News18 Gujarati
Updated: June 9, 2019, 7:24 AM IST
બિહારની રાજધાની પટનામાં વિજિલન્સની ટીમે માર્ગ નિર્માણ વિભાગના કાર્યપાલક અભિયંતા સુરેશ પ્રસાદ યાદવની 14 લાખ રૂપિયા લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરી છે. રિશ્વતની રકમ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર અખિલેશ કુમાર જાયસવાલ પાસેથી લેવામાં આવી રહી હતી. ત્યારબાદ તુરંત વિજિલિન્સ ટીમે પટેલ નગર સ્થિતિ એક્ઝિક્યુટીવ એન્જિનિયર સુરેશ પ્રસાદના ઘરે દરોડા પાડ્યા, જેમાં તેના ઘરેથી દોઢ કરોડ રૂપિયા મળી આવ્યા.

વિજિલન્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રોડ બનાવવા માટે માર્ગ નિર્માણ વિભાગમાંથી ટેન્ડક નિકળ્યું હતું. ટેન્ડર લેવા માટે કોન્ટ્રાક્ટરે અખિલેશ કુમાર જયશવાલની કંપનીએ પણ અરજી કરી હતી, ટેન્ડર આપવા માટે એન્જિનિયર સુરેશ પ્રસાદ યાદવે અખિલેશે 32 લાખ રૂપિયા માગ્યા હતા. પરંતુ ડીલ 28 લાખમાં નક્કી થઇ. જેમાં શરૂઆતમાં 14 લાખ રૂપિયાની રકમ સ્વીકારવામાં આવી રહી હતી એ દરમિયાન જ વિજિલન્સ ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો.

અહીં ક્લિક કરી વાંચોઃ માલદીવ સંસદમાં બોલ્યા PM, 'માલદીવ સાથે ગુજરાતનો સંબંધ 2500 વર્ષ જૂનો'

પટેલ નગર વિસ્તારમાં નિર્માણ વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર સુરેશ યાદવનું ઘર આવેલું છે, વિજિલન્સ ટીમે તેના ઘરે દરોડા પાડ્યા, આ દરમિયાન ટીમ એન્જિનિયરને પણ સાથે લઇ ગઇ. મળતી જાણકારી પ્રમાણે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સાથે કેશિયરની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ રશ્વતખોર એન્જિનિયરના ઘરમાંથી અંદાજે બે કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે, તો દાગીના અને જમીનના કાગળો પણ મળી આવ્યા છે, હાલ એન્જિનિયર પોલીસ કસ્ટડીમાં છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...