Home /News /national-international /

દર્દીનાં સગાએ ડોક્ટરની જ્ઞાતિ પુછી અને કહ્યું, ઉચ્ચજ્ઞાતિનો ડોક્ટર લાવો

દર્દીનાં સગાએ ડોક્ટરની જ્ઞાતિ પુછી અને કહ્યું, ઉચ્ચજ્ઞાતિનો ડોક્ટર લાવો

પણ આ પ્રક્રિયા ડોક્ટરને દર્દીને સાજો કરવાનો વધારોનો સમય આપે છે. અને જેનાથી ઓપરેશન દ્વારા દર્દીની ઇજાને ઠીક કરવામાં આવે છે. અને આ રીતે તેના પ્રાણ બચાવી શકાય છે. જો કે ડોક્ટરે સાથે તે પણ જણાવ્યું કે આ પ્રક્રિયા હજી પ્રયોગત્મક ધોરણે છે. ત્યારે આશા રાખવામાં આવી રહી છે ટૂંક સમયમાં આ નવી શોધથી અનેક લોકોના જીવનને બચાવી શકાય.

દર્દીના સગાઓ અને ડો. રાત્રે વચ્ચે ઝપાઝપી થઇ અને દર્દીના સગાઓએ ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરી.

    મધ્યપ્રદેશનાં જબલપુરમાં એક ઘૃણાસ્પદ કિસ્સો બન્યો છે. જેમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓને સારવાર માટે દવાખાને લાવ્યા બાદ, દર્દીના સગાઓએ આદિવાસી ડોક્ટરને માર માર્યો અને કહ્યું કે, તેઓ ઉચ્ચજ્ઞાતિનાં ડોક્ટરનાં હાથે જ સારવાર કરાવવા માંગે છે.

    આ મામલે પીડિત ડોક્ટર દ્રારા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ડો. ગીતેશ રાત્રેએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આ ઘટના શુક્રવારે બની હતી. બે મહિલાઓ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા તેમને સરકારી દવાખાને લાવવામાં આવી હતી. ડો. ગીતેશ ઇમરજન્સી વિભાગમાં ડ્યુટી પર હતા. આ દર્દીઓને જોતા જ તેમણે સ્ટાફને આ દર્દીઓની સારવાર શરૂ કરવાની સૂચના આપી.

    જો કે, ડઝન જેટલા લોકો ત્યાં આવી પહોંચ્યા અને ડો. ગીતેશનું નામ અને તેમની જ્ઞાતિ પુછી. જ્યારે ડો. ગીતેશે જણાવ્યું કે, તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. તો દર્દીના સગાઓએ માંગણી કરી કે, દર્દીની સારવાર માત્ર ઉચ્ચજ્ઞાતિનાં ડોક્ટર દ્વારા જ થવી જોઇએ.”

    જૂનાગઢઃ દલિત યુવકને જાનવરની જેમ રસ્તા પર ચાલવા કરાયો મજબૂર

    દર્દીના સગાઓ અને ડો. રાત્રે વચ્ચે ઝપાઝપી થઇ અને દર્દીના સગાઓએ ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરી. આ પછી, દર્દીના સગા બંને મહિલા દર્દીઓને અન્ય હોસ્પિટલ લઇ ગયા.

    ડોક્ટરની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગૂનો દાખલ કર્યો છે. પોલાસે એટ્રોસિટી એક્ટ અને સરકારી કર્મચારીની ડ્યુટીમાં ખલેલ પહોંચવા બદલ ગૂનો દાખલ કર્યો છે.  પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Patients, Tribal, ડોક્ટર, સાંસદ

    આગામી સમાચાર