કોરોનાના મૃતકો સાથે પશુઓ જેવું વર્તન! સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત 4 રાજ્યોને નોટિસ ફટકારી

News18 Gujarati
Updated: June 12, 2020, 3:29 PM IST
કોરોનાના મૃતકો સાથે પશુઓ જેવું વર્તન! સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત 4 રાજ્યોને નોટિસ ફટકારી
પ્રતીકાત્મક તસવીર

કોરોના દર્દીઓના શબો સાથે ખરાબ અને અમાનવીય વ્યવહારની ગંભીર નોંધ લેતા સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી

  • Share this:
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કેસ અને સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટ (Supreme court)એ આ દરમિયાન દિલ્હીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં રાજ્ય સરકારને પૂછ્યું કે દિલ્હી (Delhi)માં ટેસ્ટિંગ કેમે ઓછું થઈ રહ્યું છે. તેની સાથે કોર્ટે હૉસ્પિટલોમાં શબોની રાખવાની કામગીરીને લઈને પણ સરકાર પર ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશની રાજધાનીમાં જે રીતે શબો સાથે વ્યવહાર કરવામાં આવે છે તે દુખદ છે.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં કંઈક તકલીફ છે, કારણ કે ટેસ્ટિંગ હવે 7000થી ઓછું થઈને માત્ર 5000 સુધી પહોંચી ગયું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે તમે ટેસ્ટિંગ કેમ ઘટાડી દીધું છે. મુંબઈ અને ચેન્નઈ જેવા શહેરોએ ટેસ્ટિંગ વધારી દીધું છે અને આજે 15-17000 ટેસ્ટ રોજ કરી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં માત્ર 5000 ટેસ્ટિંગ થઈ રહ્યા છે.

કોરોનાના દર્દીઓના શબો સાથે ખરાબ અને અમાનવીય વ્યવહાર ઉપર પણ સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે દિલ્હી સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે દેશની રાજધાનીમાં અને તેની હૉસ્પિટલોનો બહુ ખરાબ હાલ છે. દિલ્હીની હૉસ્પિટલોમાં ગૃહ મંત્રાલય તરફથી જાહેર નવી ગાઇડલાઇનનું પાલન નથી કરવામાં આવતું. હૉસ્પિટલો શબોની સાચવણી અને તેનો નિકાલ કેન્દ્ર સરકાર તરફથી ઘડવામાં આવેલા નિયમો મુજબ નથી કરી રહ્યા.

આ પણ વાંચો, રાહતના સમાચારઃ આ કંપની 30,000 લોકો પર કરશે COVID-19 વેકસીનનું ફાઇનલ ટેસ્ટિંગ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોરોના દર્દીઓના મૃત્યુ બાદ તેમના પરિજનોને તેના વિશે જાણ પણ નથી કરવામાં આવતી. અનેક એવા મામલા પણ જોવા મળ્યા છે, જેમાં કોરોના દર્દીઓના પરિજન તેમના અંતિમ સંસ્કારમાં એટલા માટે સામેલ ન થઈ શક્યા કારણ કે તેમને જાણ કરવાની તસ્દી પણ નથી લેવામાં આવી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને હૉસ્પિટલો તરફથી રાખવામાં આવેલી બેદરકારી પર જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે એલએનજેપી હૉસ્પિટલની સ્થિતિને ગંભીરતાથી લીધી છે અને તેને પણ જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.
મહારાષ્ટ્ર, તમિલનાડુ એન બંગાળ સરકારને પણ નોટિસ

આ મામલે હવે સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને બંગાળને નોટિસ જાહેર કરી છે જેમાં સરકારી હૉસ્પિટલોની સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત અનેક સરકારી હૉસ્પિટલોના ડાયરેક્ટરોને નોટિસ જાહેર કરવામાં આવી છે. તમામને દર્દીઓની દેખભાળની જાણકારી સુપ્રીમ કોર્ટને આપવી પડશે. આ ઉપરાંત કોર્ટે કેન્દ્રને પણ નોટિસ જાહેર કરતાં એક વિસ્તૃત જવાબ માંગ્યો છે જેમાં દર્દીઓની દેખભાળની પૂરી ગાઇડલાઇન આપવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલે આગામી સુનાવણી ગુરુવારે થશે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં શ્રમિકોના પૂરા પગાર મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું, વાતચીત દ્વારા ઉકેલ શોધવામાં આવે
First published: June 12, 2020, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading