Home /News /national-international /દોસ્ત દોસ્ત ના રહા! પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે કરી પતિની હત્યા

દોસ્ત દોસ્ત ના રહા! પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે કરી પતિની હત્યા

પત્ની, ઉપર પતિ અને નીચે પ્રેમીની તસવીર

અરુણ અને અંજુ એક બીજાને પ્રેમ કરતા હતા અને ત્યારબાદ પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યારે શ્રીજુ અરુણનો બેસ્ટ ફ્રેન્ડ હતો. જોકે, પોતાના મિત્ર શ્રીજુ અને પત્ની અંજુ વચ્ચે પ્રેમ સંબંધની જાણ થતાં અરુણ પણ ચોકી ગયો હતો.

  તિરુવનંતપુરમઃ પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. અને આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે ત્યારે તિરુવંનતપુરમમાં સામે આવ્યો છે. અહીં પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જનાર પતિને પ્રેમી સાથે મળી પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે, પોલીસે હત્યાના આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી હતી.
  પોલીસે પત્ની અંજુ અને બોયફ્રેન્ડ શ્રીજુની ધરપકડ આણંદના નેદુમંગડના વતની 36 વર્ષીય અરૂણને કરાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર અંજુ અને શ્રીજુ વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી અરુણની હત્યા થઈ હતી.

  મળતી માહિતી પ્રમાણે તિરુવનંતપુરમમાં કામ કરતો અરુણ અઠવાડિયે એકવાર ઘરે જતો હતો. જોકે, મંગળવારે રાત્રે અચાનક ઘરે આવી પહોંચ્યો હતો. આ સમયે તેની પત્ની અંજુ અને તેનો પ્રેમી શ્રીજુ કઢંગી હાલતમાં હતા. આ દ્રશ્ય જોઈને અરુણના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, ત્યારબાદ ત્રણે વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન જ શ્રીજુએ અરુણ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. સાચી વાત કર્યા પછી શ્રીજુ પોતાની બાઇક અને અન્ય ચીજો છોડી દીધી અને અંજુના ઘરેથી ભાગી ગયો હતો.. જોકે, સ્થાનિક લોકોએ અરુણને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરોએ અરુણને મૃત જાહેર કર્યો હતો.

  માહિતી મળતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અંજુને તેના ઘરેથી ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ પુરાવા લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. અરુણ-અંજુ દંપતીને નવ વર્ષની પુત્રી છે.

  આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

  અરુણ અને અંજુ એક બીજાને પ્રેમ કરતા હતા અને ત્યારબાદ પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યારે શ્રીજુ અરુણનો બેસ્ટ ફ્રેન્ડ હતો. જોકે, પોતાના મિત્ર શ્રીજુ અને પત્ની અંજુ વચ્ચે પ્રેમ સંબંધની જાણ થતાં અરુણ પણ ચોકી ગયો હતો. આ અંગે શ્રીજુને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, શ્રીજુ પીછેહઠ કરવા તૈયાર ન હતો. અને આણંદથી શિફ્ટ થઈને તેના સંબંધીના ઘરે આવી ગયો હતો. ત્યારે અંજુ અને શ્રીજુ એકબીજાની વધારે નજીક આવી ગયા હતા.

  સાથે બાઈક લઈને નીકળી પડતા હતા. સ્થાનિક લોકોએ આ અંગે અરુણને જાણ કરી હતી. શ્રીજુ અનાદ ગઇકાલે હાજર ન હતો. જેથી અરુણને શંકા ગઈ હતી. એટલે અરુણ આર્યનત પહોંચ્યો હતો. તેને શોધવા માટે સંબંધીના ઘરે પણ ગયો હતો. જોકે, ત્યાં પણ નહતો ત્યારે પોતાના ઘરે ગયો હતો. ઘરની બહાર શ્રીજુની બાઈક જોઈ હતી. ઘરનામાં તેની પત્ની અંજુ અને શ્રીજુ મળ્યા હતા. ત્યારબાદ બબાલ થતાં શ્રીજુએ અરુણ ઉપર છરી વડે હુમલો કર્યો હતો.

  આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

  આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

  શ્રીજુએ અરુણની હત્યા કર્યાની કબુલાત પણ કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ હત્યા સવારે 2 વાગ્યાની આસપાસ થઈ હતી અને પોલીસે તેની પત્ની અંજુ અને બોયફ્રેન્ડ શ્રીજુની ધરપકડ કરી હતી. અંજુ અને તેના બોયફ્રેન્ડ શ્રીજુએ અગાઉ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ અરુણ આ સંબંધનો વિરોધ કરતો હતો. સંબંધીઓને પણ શંકા છે કે તેઓ ત્યારથી હત્યાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.
  " isDesktop="true" id="1082754" >  સ્થાનિકોના જણાવ્યા મુજબ હત્યા સવારે 2 વાગ્યાની આસપાસ થઈ હતી અને પોલીસે તેની પત્ની અંજુ અને બોયફ્રેન્ડ શ્રીજુની ધરપકડ કરી હતી. અંજુ અને તેના બોયફ્રેન્ડ શ્રીજુએ અગાઉ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ અરુણ આ સંબંધનો વિરોધ કરતો હતો. સંબંધીઓને પણ શંકા છે કે તેઓ ત્યારથી હત્યાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. અરુણ અને તેની પત્ની અંજુ કાયદેસર રીતે છૂટાછેડા લીધા ન હતા પણ અલગ રહેતા હતા.
  Published by:ankit patel
  First published:

  Tags: Crime news, Husband murder, Love story, Pati patni aur woh

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन