જમ્મુ-કાશ્મીરની પૂર્વ સીએમ અને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ બીજેપી પર નિશાન સાધ્યુ. મુપ્તીએ કહ્યું કે, કાશ્મીરી લોકોને બીજેપી નિશાન બનાવી રહી છે. સાથે જ મુફ્તીએ કહ્યું કે, પીએમએ કાશ્મીર વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાની નીંદા કરવી જોઈએ. મુફ્તીએ પુલવામા હુમલા પર પાકિસ્તાન સાથે વાતચીત કરવાનું પમ કહ્યું. તેમણે કહ્યું કે, ઈમરાન ખાનને એક મોકો આપવો જોઈએ.
મહેબુબા મુફ્તીએ કહ્યું કે, આ સાચુ છે કે પઠાનકોટ હુમલા અને મુંબઈ હુમલાના પૂરાવા પાકિસ્તાનને આપવામાં આવ્યા હતા અને તેમણે કોઈ કાર્યવાહી નથી કરી. પરંતુ, ઈમરાન ખાન નવા પીએમ છે, અને તે નવી શરૂઆતની વાત કરી રહ્યા છે તો તેમને એક મોકો આપવો જોઈએ. આપણે પાકિસ્તાનને પુરાવા આપવા જોઈએ, પછી જોઈએ કે પાકિસ્તાન શું કરે છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, પુલવામા ઘટનામાં પાકિસ્તાનનો હાથ નથી, કોઈ પણ સબૂત વગર પાકિસ્તાનને જવાબદાર ગણાવવામાં આવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર