આ દરમિયાન સોશિયલ મીડિયા પર કથિત વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કુરૈશી પોતાના બંને કાન પકડીને માફી માગતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં કુરૈશીએ કહ્યું કે, તે દિવસે બડવાલી ચૌકી પર જે ધરણાં પ્રદર્શન થયા હતા, તેમાં મેં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને શહેરને સળગાવી દેવાની વાત કરી હતી.
ઈન્દોર: શાહરુખ ખાનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'પઠાન' પડદા પર આવ્યા બાદ ઈન્દોરમાં પાંચ દિવસ પહેલા થયેલા વિવાદ દરમિયાન શહેરને આગ લગાવાના ભડકાઉ નિવેદન આપનારા આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે એક અધિકારીને સોમવારે આ જાણકારી આપી છે. સદર બજાર પોલીસ ચોકીના એક ઉપ નિરીક્ષકે જણાવ્યું કે, બડવાલી ચૌકી ક્ષેત્રમાં 25 જાન્યુઆરીએ થયેલા વિવાદ પ્રદર્શન દરમિયાન શહેરને આગ લગાવાનું નિવેદન આપવાના આરોપમાં ઉર્વૈશ કુરેશી ઉર્ફ આવેશની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, કથિત રીતે ભડકાઉ નિવેદનો અને નારેબાજીથી ભરેલા આ પ્રદર્શનમાં સામેલ કુરૈશી અને બાકીના લોકો વિરુદ્ધ ભારતીય દંડ વિધાનની કલમ 295-એ, 153-એ અને અન્ય જોગવાઈઓ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર કથિત વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કુરૈશી પોતાના બંને કાન પકડીને માફી માગતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં કુરૈશીએ કહ્યું કે, તે દિવસે બડવાલી ચૌકી પર જે ધરણાં પ્રદર્શન થયા હતા, તેમાં મેં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને શહેરને સળગાવી દેવાની વાત કરી હતી. તેના માટે હું ખૂબ જ શરમ અનુભવું છું અને ફરી વાર આવી હરકત નહીં કરુ અને હિન્દુ મુસ્લિમ એકતા જાળવી રાખીશ. અહીં ઉલ્લેખનિય છે કે, 25 જાન્યુઆરીએ પઠાન રિલીઝ થવા દરમિયાન શહેરના કસ્તૂર ટોકીઝ પરિસરમાં બજરંગ દળના આહ્વાન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન દક્ષિણ પંથી કાર્યકર્તાઓને ફિલ્મના બેશરમ રંગ ગીતમાં શાહરુખ ખાનની સહ અભિનેત્રી દીપિકા પાદુકોણને કથિત રુપથી ભગવા બિકનીમાં દેખાવાના લઈને આકરો વિરોધ કર્યો હતો.
આ બાજૂ મુસ્લિમ પક્ષનો આરોપ છે કે બજરંગ દળનો વિરોધ પ્રદર્શન દરમિયાન પયગંબર હઝરત મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક નારા લગાવ્યા, જેનાથી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી. આ કથિત નારાબાજી વિરુદ્ધ મુસ્લિમ સમુદાયના લોકોએ બડવાલી ચોકીમાં 25 જાન્યુઆરી મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, બડવાલી ચોકીના વિવાદાસ્પદ નારેબાજી લઈને બજરંગ દળના સ્થાનિક સંયોજક તન્નૂ શર્મા સહિત સાત લોકોની ધરપક઼ડ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર