યૂએસમાં વર્ષ 2019માં પરંપરાગત રીતે હિન્દુ લગ્ન કરનારા બે યુવક અમિત શાહ અને આદિત્ય મદીરાજૂ હવે માતા-પિતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. વર્ષ 2019માં તેમણે ભવ્ય અંદાજમાં પોતાના લગ્ન કર્યા હતા. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી હતી. તો હવે ફરી એક વાર સોશિયલ મીડિયા પર તેમની તસ્વીર વાયરલ થઈ રહી છે.
હાલમાં સોશિયલ મીડિયા પર અમુક તસવીરો સામે આવી છે. જે અમિત શાહ અને આદિત્ય મદીરાજૂના પેટરનિટી ફોટોશૂટ છે. આ તસવીરમાં આ કપલે ટૂંક સમયમાં પોતાના આવનારા બાળકની જાણકારી આપી છે અને હાથમાં અલ્ટ્રાસાઉન્ડની તસ્વીર પકડી રાખી છે. જેનાથી ખબર પડે છે કે, આ કલપ હવે બહું જલ્દી માતા-પિતા બનવાના છે.
આદિત્ય મદીરાજૂ અને અમિત શાહના વાયરલ થઈ રહેલા પેટરનિટી ફોટશૂટની તસ્વીરમાં બંને એક બીજા સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. તો વળી એક તસ્વીરાં કપલ નાના બાળકના ઊનમાંથી બનાવેલા બૂટ પકડેલા છે. તો વળી એક અન્ય તસવીરમાં તે પોતાના પાલતૂ કુત્તરા સાથે બેઠેલા જોઈ શકાય છે. તો વળી એક અન્ય તસ્વીરમાં તે બંને સ્લેટ પર અલ્ટ્રાસાઉંડની સ્કેચ બનાવતા દેખાઈ રહ્યા છે. જેમાં ગર્ભની અંદર એક બાળક દેખાઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસ્વીરને અમિત શાહ અને આદિત્ય મદીરાજૂ બંનેએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીર જોઈને તેને ફોલો કરી રહેલા ઈંસ્ટાગ્રામ યુઝર્સ તેમને શુભકામના આપી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ વર્ષે મે મહિનામાં આ કપલ પોતાના બાળકને જન્મ આપી શકે છે. જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર