પ્લેનમાં તોફાને ચડેલાં દારૂડિયા મુસાફરોને સીટ સાથે ટેપથી બાંધી દીધો, જુઓ Video

પ્લેનમાં તોફાને ચડેલાં દારૂડિયા મુસાફરોને સીટ સાથે ટેપથી બાંધી દીધો, જુઓ Video
રશિયાની એક ફ્લાઇટમાં તોફાને ચડેલા દારૂડિયા મુસાફરને પાંચ વર્ષ જેલની સજા કરવામાં આવી છે.

દારૂડિયા મુસાફરે પ્લેનની કૉકપિટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો તો બીજા મુસાફરોએ તેને પકડીને સીટ સાથે બાંધી દીધો, પાંચ વર્ષ જેલની સજા

 • Share this:
  નવી દિલ્હી : રશિયા (Russia)માં હવાઈ યાત્રા દરમિયાન એક મુસાફરે દારૂ પીને હોબાળો શરૂ કરી દીધો. આ ઉપરાંત તેણે બળજબરીથી પ્લેનના કૉકપિટમાં જવાનો પ્રયાસ પણ કર્યો. તેની હરકતોથી પરેશાન થઈને તેના સહયાત્રીઓએ તેને પ્લેનની સીટ સાથે ટેપથી બાંધી દીધો. તે S7 એરલાઇન્સની ફ્લાઇટમાં સવાર હતો જે મિનરૈલની વોદી (Mineralnye Vody)થી નોવોસિબિરિસ્ક (Novosibirsk) જઈ રહી હતી. મંગળવારે બનેલી આ ઘટનામાં મુસાફરની પ્લેનના કર્મચારીઓ અને કેપ્ટન સાથે ઝઘડો પણ કર્યો.

  બાંધ્યા બાદ દારૂડિયો મુસાફરો ગાળો બોલતો રહ્યો  મિરરના રિપોર્ટ મુજબ, જ્યારે તેણે પ્લેનની કૉકપિટ (Aircraft Cockpit)માં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તો બાકી મુસાફરોએ તેને રોક્યો. ત્યારબાદ મુસાફરોએ તોફાન કરનારા સહ-પ્રવાસી (Co-Passengers)ને બિઝનેસ ક્લાસની સીટ પર ટેપથી બાંધી દીધી. ફૉક્સ ન્યૂઝ મુજબ, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે મુસાફર જંગલીઓ જેવું વર્તન કરી રહ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે 50 વર્ષથી વધુની ઉંમરના આ વ્યક્તિને ટેપથી બાંધવામાં આવ્યો છે. બાંધ્યા બાદ તે અન્ય મુસાફરોને ગાળો બોલી રહ્યો છે.


  તોફાન કરનારા મુસાફરને પાંચ વર્ષની સજા

  પ્લેન લેન્ડ થયા બાદ તોફાન કરનારા મુસાફરની પબ્લિક ઑર્ડર બગાડવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી. રશિયાના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અધિકારીઓએ હોબાળો કરનારા મુસાફરને પોલીસના હવાલે કરી દીધો પરંતુ તેના વ્યવહારમાં કોઈ ફેરફાર નથી આવ્યો. તે સતત હોબાળો કરતો રહ્યો. ત્યાં સુધી કે તે પોલીસવાળઓને પણ ગાળો આપી રહ્યો હતો. તેણે પોલીસવાળાઓ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો. નોંધનીય છે કે તે વ્યક્તિને પાંચ વર્ષ માટે જેલ મોકલી દેવામાં આવ્યો છે.


  આ પણ વાંચો, Selfie લેવાના બહાને પત્નીને નહેર કિનારે લઈ ગયો પતિ, પછી મારી દીધો ધક્કો
  First published:December 20, 2019, 08:52 am

  टॉप स्टोरीज