Home /News /national-international /ભોપાલ એરપોર્ટ પર ફ્લાઈટ લેટ થતા મુસાફરો-સ્ટાફે એરપોર્ટ પર જ ગરબા રમ્યા, ઢોલિડા ઢોલ રે વગાડ...

ભોપાલ એરપોર્ટ પર ફ્લાઈટ લેટ થતા મુસાફરો-સ્ટાફે એરપોર્ટ પર જ ગરબા રમ્યા, ઢોલિડા ઢોલ રે વગાડ...

ઈન્ડિગોની ભોપાલથી અમદાવાદ જઈ રહેલી ફ્લાઈટ લેટ થઈ તો ઈન્ડિગોના સ્ટાફે એરપોર્ટ પર જ મુસાફરોની સાથે ગરબા રમવાનું શરૂ કર્યું.

ઈન્ડિગોની ભોપાલથી અમદાવાદ જઈ રહેલી ફ્લાઈટ લેટ થઈ તો ઈન્ડિગોના સ્ટાફે એરપોર્ટ પર જ મુસાફરોની સાથે ગરબા રમવાનું શરૂ કર્યું. જોત જોતામાં જ સુરક્ષામાં તહેનાત સીઆઈએસએફના મહિલા કર્મચારી પણ તેમાં જોડાયા. ગુજરાતી ગરબાના ગીત ઢોલિડા ઢોલ રે વગાડ પર તમામ લોકો ઝૂંમી ઉઠ્યા હતા.

વધુ જુઓ ...
    ભોપાલ:ઈન્ડિગોની ભોપાલથી અમદાવાદ જઈ રહેલી ફ્લાઈટ લેટ થઈ તો ઈન્ડિગોના સ્ટાફે એરપોર્ટ પર જ મુસાફરોની સાથે ગરબા રમવાનું શરૂ કર્યું. જોત જોતામાં જ સુરક્ષામાં તહેનાત સીઆઈએસએફના મહિલા કર્મચારી પણ તેમાં જોડાયા. ગુજરાતી ગરબાના ગીત ઢોલિડા ઢોલ રે વગાડ પર તમામ લોકો ઝૂંમી ઉઠ્યા હતા.

    ઈન્ટરનેટ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ

    ફ્લાઈટ નંબર 6-ઈ 7569 સામાન્ય રીતે સાંજે 6.45 વાગ્યે ભોપાલથી અમદાવાદ માટે રવાના થાય છે. સોમવારે આ ફ્લાઈટ નિર્ધારિત સમયથી 15 મિનિટ મોડી રવાના થઈ હતી. વિલંબના કારણે મુસાફરોને ડિપાર્ચર ગેટ નંબર એક પર રાહ જોવા માટે કહેવામાં આવ્યું. આ દરમિયાન એક યાત્રીએ પોતાના મોબાઈલ પર ગુજરાતી ગીત શરૂ કર્યા. ગીત વાગતા જ યાત્રીઓ સીટ પર ડાન્સ કરવા લાગ્યા. જોત જોતામાં જ ઈન્ડિગોના કર્મચારીઓએએ મુસાફરોને સીટ પરથી ઉભા કરીને ગરબા રમાડવાનું શરૂ કર્યું. સીઆઈએસએફના મહિલા કર્મચારીઓએ પણ આનંદની મજા માળી હતી. ઈન્ટરનેટ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થયો છે.

    આ પણ વાંચો: નડિયાદની શાળાના ચાલુ ગરબામાં ઝુલુસનું ગીત વાગાડાયુ
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Ahmedabad Video, Audio clip viral, Video viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन