Home /News /national-international /ભારે કરી! 50 મુસાફરોને લીધા વિના ફ્લાઈટ ઉડી ગઈ, એરપોર્ટ પર રાહ જોતા રહ્યા મુસાફરો

ભારે કરી! 50 મુસાફરોને લીધા વિના ફ્લાઈટ ઉડી ગઈ, એરપોર્ટ પર રાહ જોતા રહ્યા મુસાફરો

flight

ફ્લાઈટ સાથે જોડાયેલ સમાચારો આજકાલ બહું આવી રહ્યા છે અને લોકોમાં તેની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. તાજેતરમાં જ આવો એક કિસ્સો આવ્યો છે, જે લોકોમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Delhi Cantonment, India
     બેંગલુરુ: ફ્લાઈટ સાથે જોડાયેલ સમાચારો આજકાલ બહું આવી રહ્યા છે અને લોકોમાં તેની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. તાજેતરમાં જ આવો એક કિસ્સો આવ્યો છે, જે લોકોમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન કંપની ગો ફર્સ્ટની એક ફ્લાઈટ સોમવારે 50થી વધારે મુસાફરોને લીધા વિના ઉડી ગઈ હતી. આ યાત્રી રનવે પર બસમાં સવાર હતા. પણ ફ્લાઈટ તેમને લીધા વિના જ ઉડી ગઈ હતી. આ મામલામાં વિમાન કંપનીએ અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.



    કેટલાય યાત્રીએ બાદમાં એરલાઈન કંપનીની ઘોર બેદરકારી ગણાવી અને આ મામલા સાથે જોડાયેલ ધનાધન ટ્વિટ કરવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, બેંગલુરુથી દિલ્હી જઈ રહેલી ગો ફર્સ્ટની ફ્લાઈટ સોમવારે સવારે 6.30 કલાકે બેંગલુરુ એરપોર્ટથી રવાના થઈ હતી. કેટલાય સોશિયલ મીડયા યુઝર્સેના જણાવ્યા અનુસાર, આ વિમાનના 54 મુસાફરોને લીધા વિના ઉડી ગયું હતું. મુસાફરો રન વે પર જોતા રહી ગયા હતા.

    એક સોશિયલ મીડિયા યુઝર્સે બેંગલુરુ એરપોર્ટનો વીડિયો શેર કર્યો છે કે, ગો ફર્સ્ટની બેંગલુરુથી દિલ્હી જતી ફ્લાઈટ 54 મુસાફરોને લીધા વિના ઉડી ગઈ હતી. ફ્લાઈટમાં આ 54 લોકોનો સામાન પણ ભરેલો હતો. પણ મુસાફરોને લીધા વિના ફ્લાઈટ નીકળી ગઈ હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Flights

    विज्ञापन
    विज्ञापन