દેશની સૌથી ઝડપી 'વંદે ભારત એક્સપ્રેસ'માં ખાવાનું ન લેવાનો વિકલ્પ નહીં મળે

વંદે ભારત એક્સપ્રેસ (ફાઇલ તસવીર)

શતાબ્દી, રાજધાની અને દુરંતો જેવી પ્રિમિયમ ટ્રેનોમાં ખાવાનું લેવું કે ન લેવું તેનો વિકલ્પ આપવામાં આવે છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : બહુ ઝડપથી દિલ્હીથી વારાણસી વચ્ચે શરૂ થનારી દેશની સૌથી ઝડપી ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ' એટલે કે ટ્રેન 18માં ખાવાનું લેવાનું ફરજિયાત હશે. આ ટ્રેનમાં સફર કરનારા પ્રવાસીઓને ખાવાનું ન લેવાનો વિકલ્પ આપવામાં નહીં આવે. રેલવે અધિકારીઓએ આ જાણકારી આપી હતી. જોકે, શતાબ્દી, રાજધાની અને દુરંતો જેવી પ્રિમિયમ ટ્રેનોમાં ખાવાનું લેવું કે ન લેવું તેનો વિકલ્પ આપવામાં આવે છે.

  સૂત્રોએ જણાવ્યું કે, 'વંદે ભારત એક્સપ્રેસ'માં ફક્ત પ્રયાગરાજથી વારાણસી જતા મુસાફરો પાસે જ આઈઆરસીટીસી તરફથી ખાવાનું ન લેવાનો વિકલ્પ આપવામાં આવશે. આ વિકલ્પ ટિકિટ બુક કરતી વખતે જ પસંદ કરવાનો રહેશે. ખાવાનું ન લેવાના કેસમાં કેટરિંગ ચાર્જ ટિકિટમાં જોડવામાં આવશે નહીં. બાકી યાત્રીઓ માટે ખાવાનો ચાર્જ ટિકિટમાં સામેલ હશે. હવે જો મુસાફરે ખાવાની નહીં લેવાનો વિકલ્પ પસંદ કરી લીધો છે અને તેને મુસાફરી દરમિયાન ખાવાનું જોઈએ છે તો આ માટે ચાર્જ ઉપરાંત રૂ. 50 અલગથી ચુકવવો પડશે.

  આ પણ વાંચો : PM મોદી ટ્રેન 18માં બેસી દિલ્હીથી બનારસ જશે, રસ્તામાં સભાઓ સંબોધશે

  વંદે ભારત એક્સપ્રેસ 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે, તેની પ્રથમ યાત્રા દિલ્હીથી વારાણસી વચ્ચે થશે. નોંધનીય છે કે વર્ષ 2017થી IRCTCએ રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનોમાં ખાવાને વૈકલ્પિક બનાવી દીધું છે. આવું ખાવાની ગુણત્તા સુધારવા માટે, વધારે પૈસા લેવાની ફરિયાદો નિવારવા તેમજ ખાવાનો બગાડ રોકવા માટે કરવામાં આવ્યું હતું. આનાથી આવી ટ્રેનોની ટિકિટ આશરે રૂ. 250 સુધી સસ્તી થઈ હતી.

  ટ્રેન 18માં બે પ્રકારના ડબ્બા હશે. એક એક્ઝિક્યુટિવ અને બીજા ચેર કાર. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને ડબ્બાઓમાં ખાવાની કિંમત અલગ અલગ હશે. નવી દિલ્હીથી વારાણસી સુધી એક્ઝિક્યુટિવ ક્લાસમાં સફર કરનાર મુસાફરોને સવારે ચા-નાસ્તો અને જમવાનું આપવામાં આવશે, જે માટે રૂ. 399 ચાર્જ ચુકવવો પડશે. જ્યારે ચેર કારમાં આ ચાર્જ રૂ. 344 રહેશે.

  પિયૂષ ગોયલે શેર કર્યો વીડિયો જુઓ: 

  નવી દિલ્હીથી કાનપુર અને પ્રયાગરોજ જતા મુસાફરોએ એક્ઝિક્યુટિવમાં રૂ. 155 અને ચેર કારમાં રૂ. 122 ચાર્જ ચુકવવો પડશે.

  જ્યારે વારાણસીથી નવી દિલ્હી જતા એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરોએ રૂ. 349 અને ચેર કાર વાળા લોકોએ રૂ. 288 સાંજની ચા અને ડિનર માટે આપવાના રહેશે. ટ્રેન 18 શતાબ્દીની જગ્યા લેશે તેમજ તેની કિંમત અન્ય પ્રિમિયમ ટ્રેનથી વધારે હશે.
  Published by:Vinod Zankhaliya
  First published: