Home /News /national-international /

ફ્લાઇટમાં મોબાઇલ ચાર્જ કરવા પેસેન્જર કોકપીટમાં ઘૂસ્યો અને પછી.....

ફ્લાઇટમાં મોબાઇલ ચાર્જ કરવા પેસેન્જર કોકપીટમાં ઘૂસ્યો અને પછી.....

પ્રતિકાત્મક તસવીર

આ ઘટના ઇન્ડિગોની મુંબઇ-કોલકાતાની ફ્લાઇટમાં બની હતી.

    એક વિચિત્ર ઘટનામાં ફ્લાઇટમાં એક પેસેન્જરે પોતાનો મોબાઇલ ચાર્જ કરવા માટે વિમાનની કોકપીટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ પેસેન્જરને આ પછી અધવચ્ચે જ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટના ઇન્ડિગોની મુંબઇ-કોલકાતાની ફ્લાઇટમાં બની હતી. એરલાઇન દ્વારા આ પેસેન્જરને મુંબઇ એરોપર્ટ પર ઉતારી દેવામાં આવ્યો હતો અને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમાણે, પોલીસે પ્રાથમિક પુછપરછ બાદ પેસેન્જરને જવા દીધો હતો.

    આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઇન્ડિ-ગોની ફ્લાઇટ હજુ એરપોર્ટ પર જ હતી ત્યારે એક પેસેન્જર કોકપીટમાં ઘુસ્યો હતો અને એરલાઇન સ્ટાફને કહ્યું કે, તેને પોતાના માબાઇલને ચાર્જ કરવાની જરૂર છે. આ પછી, નિયમ મુજબ, ફ્લાઇટના કેપ્ટન દ્વારા આ પેસેન્જરને વિમાનમાંથી નીચે ઉતારવાની પ્રક્રિયા હાથ ધરી. નિયમ મુજબ, બિન અધિકૃત વ્યક્તિ કોકપીટમાં પ્રવેશ કરી શકે નહીં. આ ઘટના 24 સપ્ટેમ્બરનાં રોજ બની હતી.

    આવી જ ઘટના સોમવારે ગો-એરની દિલ્હીથી પટના જતી ફ્લાઇટમાં બની હતી. જેમાં એક પેસેન્જરે ફ્લાઇટનો રિયર ડોર ઓપન કરવાની કોશિષ કરી હતી. જો કે, તેની બાજુમાં બેઠેલા એક પેસેજન્સરે ફ્લાઇટનાં કર્મચારીઓનું ધ્યાન દોર્યું હતું. આ પછી ક્રુ મેમ્બર દ્વારા એ પેસેન્જરની એટકાયત કરવામાં આવી હતી. આ ફ્લાઇટ પટના પહોંચ્યા પછી, પેસેન્જરને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સને આગળની તપાસ માટે સોંપી દેવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો

    Video: હવામાં જેટ એરવેઝની ફ્લાઇટ, યાત્રિઓને નાક-કાનમાંથી નીકળવા લાગ્યું લોહી

    999 રુપિયામાં બૂક કરો ફ્લાઇટ ટિકિટ, માત્ર આજે જ મળી રહી છે ઓફર
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Cockpit, Indi-go Airline, Security, એરપોર્ટ, ફ્લાઇટ, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन